aarogya setu app crossed 5 million installs in just 3 days of launch
  • Home
  • Corona live
  • PM મોદીએ કરી ભલામણ Aaarogya Setu એપ ડાઉનલોડ કરો, જાણો તેના ફાયદાઓ

PM મોદીએ કરી ભલામણ Aaarogya Setu એપ ડાઉનલોડ કરો, જાણો તેના ફાયદાઓ

 | 12:00 pm IST

ભારતમાં લોકડાઉન વધારવાનું એલાન થઈ ચુક્યુ છે. PM મોદીએ તેના સંદેશમાં કહ્યું કે દેશમાં 3 મે સુધી લોકડાઉન વધારી દેવામાં આવ્યુ છે. જો કે 20 એપ્રિલથી હોટ સ્પોટ જે વિસ્તાર નહી હોય તેને ધીરે ધીરે આંશીક રીતે ખોલવામાં આવશે. આ સંદેશમાં આવખતે PM મોદીએ ફરી એકવાર આરોગ્ય સેતૂ એપ ડાઉનલોડ કરવા લોકોને ભલામણ કરી છે. આઓ જાણીએ Aarogya Setu એપ અંગે વિસ્તારથી.

આ પહેલા પણ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે વીડિયો કોન્ફરસમાં PM મોદીએ સમગ્ર દેશવાસીઓને સંદેશ પાઠવ્યો હતો જેમાં વડાપ્રધાને આરોગ્ય સેતુ એપનો ઉલ્લેખ કર્યો છે. મોદીએ ખાસ આગ્રહ કરીને કહ્યું છે કે તમે તમારા આસપાસ રહેલા ઓછામાં ઓછા 40 લોકોના ફોનમાં આ એપ ડાઉનલોડ કરાવો. 

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકાર લોકડાઉનથી લઈ અલગ અલગ પગલા ભરી રહી છે. જેમાં હવે લોકો પોતાના મોબાઈલ ફોન મારફત જ કોરોના પોઝિટિવ વ્યક્તિથી એલર્ટ બની શકશે. આ માટે સરકારે આરોગ્ય સેતુ એપ બનાવી છે. જેના થકી વ્યક્તિ વિશ્વમાં હાહાકાર મચાવનારી મહામારીને વધુ ફેલતી અટકાવી શકશે.

નોવેલ કોરોના COVID-19ના સંક્રમણને અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા આરોગ્ય સેતુ નામની એપ બનાવવામાં આવી છે. આ એપ્લીકેશન જે લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરી હશે તેમની નજીક જો કોઈ કોરોનાગ્રસ્ત વ્યક્તિ આવશે તો તુરંત જ મોબાઈલ એપ નોટિફિકેશન મારફત તે વ્યક્તિ કોરોના પોઝિટિવ જાણ કરશે. જેથી આવા લોકોથી અંતર જાળવી કોરોનાને ફેલતો અટકાવી શકાય છે.

હવે આ એપને લઈને એક મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. એપના લોન્ચિંગના ફક્ત 3 દિવસની અંદર જ આ એપ ભારતમાં ગૂગલ પ્લે અને એપ સ્ટોર બંનેમાં ટોપ ફ્રી એપ બની ગઈ છે. સાથે જ તેને ગૂગલ પ્લે સ્ટોર પર 5 મિલિયન એટલેકે 50 લાખથી વધારે ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે.

NITI Aayogના ફ્રંટિયર ટેકનોલોજીના પ્રોગ્રામ ડાયરેક્ટર અર્નબ કુમારે એક ટ્વીટમાં કહ્યું કે આ એપ ફક્ત 3 દિવસમાં જ 80 લાખ વાર ડાઉનલોડ થઈ ચુકી છે. આ એપ ફ્રી એપ સેક્શનમાં તો ટોપ પર છે જ પણ સાથે સાથે ફિટનેશ સેક્શન અને હેલ્થમાં પણ ટોપ પર છે.

એપ ડાઉનલોડ કર્યા પછી ચાર-પાંચ પ્રશ્નોની માહિતી ભરવાથી એપ કાર્યરત થઈ જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ કોરોનાગ્રસ્ત બને ત્યારે કોરોનાગ્રસ્ત વ્યક્તિને તમે ક્યારે મળ્યા છો, તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવા સહિતની માહિતી મેઈલ દ્વારા પહોંચાડવામાં આવશે. જેના કારણે કોરોનાને ફેલાતો અટકાવવા ઉપરાંત તેમના પરિવારના જીવનને બચાવવામાં પણ વ્યક્તિ મદદરૂપ થઈ શકશે. આ એપ અંગ્રેજી, હિન્દી, ગુજરાતી અને અન્ય પ્રાદેશિક ભાષામાં ઓપરેટ થાય છે.

એપમાં બતાવાયું છે કે જો તમારામાં કોરોના વાયરસના સંક્રમણથી જોડાયેલા લક્ષણો જેવા કે તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ જણાય તો તમારે શું કરવું જોઈએ. આ એપમાં સેલ્ફ આઈસોલેશન વિશે પણ યુઝર્સને જાણકારી આપે છે.

આ વીડિયો જુઓ: 3 મે સુધી દેશમાં લોકડાઉન – PM મોદી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન