corona Virus Ahmedabad corona mobile van amc patient, AMC Commissioner Vijay Nahera big statement
  • Home
  • Ahmedabad
  • કોરોનાને લઈ વિજય નહેરાનો ઘટસ્ફોટ, ‘હજુ અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થશે’, કરાઈ આ સુવિદ્યા

કોરોનાને લઈ વિજય નહેરાનો ઘટસ્ફોટ, ‘હજુ અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થશે’, કરાઈ આ સુવિદ્યા

 | 12:53 pm IST

અમદાવાદમાં આજે 14 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ વાઈરસના ફેલાવો થઈને અન્ય લોકોમાં ન પ્રસરે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 14-14 દર્દીના નામ અને સરનામા સાથેની વિગતો બહાર પાડી છે. કોરોના વાઈરસના અમદાવાદમાં વધુ 14 કેસો નોંધાયા છે આ સાથે જ અત્યાર સુધી 77 કેસો થયા છે. સૌથી વધારે એકલા અમદાવાદ શહેરમાં 14 કેસ નોંધાતા તંત્ર અલર્ટ થઇ ગયું છે. જેને લઇને અમદાવાદ શહેરમાં કોરોનાની તપાસ માટે મોબાઇલવાનની મદદ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હવે અમદાવાદમાં કોરોનાની તપાસ વધારવા માટે મોબાઇલ વાનની મદદ લેવામાં આવશે. અમદાવાદના 7 ઝોનમાં 7 મોબાઇલ વાનની મદદ લેવાશે. આ મોબાઇલ વાનમાં ડોક્ટર સહિત 5 સભ્યોની ટીમ હશે. આ વાનમાં બે ડોક્ટર, બે વર્કર, એક આયુષ ડોક્ટર હાજર રહેશે. આ મોબાઇલ વાન અલગ-અલગ વિસ્તારમાં સર્વે અને સેમ્પલની કામગીરી કરશે. જ્યારે શંકાસ્પદ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ સેમ્પલ લેવાશે.

પ્રથમ વખત અમદાવાદમાં કોરોના મેડિકલ વાન કાર્યરત કરતા અમદાવાદ કમિશનર વિજય નહેરાએ પોતાનું નિવેદન આપ્યું હતું. વિજય નહેરાએ જણાવ્યું હતું કે, 7 ઝોન માટે 7 મેડિકલ વાનની લીલીઝંડી આપવામાં આવી છે જે શહેરના જુદા જુદા વિસ્તારમાં સર્વે અને સેમ્પલની કામગીરી હાથ ધરવામાં આવશે. કોરોના મેડિકલ વાનમાં જ મેડિકલ, હેલ્થ, પેરામેડિકલની ટીમ તપાસ કરશે. અને શંકાસ્પદ વ્યક્તિના ઘટના સ્થળે જ સેમ્પલ લેવામાં આવશે અને તેની તપાસ થશે. વિજય નેહરાએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ અમદાવાદની સ્થિતિને જોતા સેમ્પલ લેવાની પ્રક્રિયા ઝડપી કરાઈ છે. અમદાવાદના કેટલાંક વિસ્તારોને કલસ્ટર વિસ્તારમાં સેમ્પલ લેવાશે. નહેરામાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમદાવાદની હાલની સ્થિતિને જોતા હજુ પણ કોરોનાના કેસની સંખ્યામાં ઉત્તરોતર વધારો થશે.

આમ અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસમાં અંદાજે 30 જેટલા કેસમાં વધારો થયો છે. અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. જેમાં અમદાવાદનો પૂર્વ વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત છે. અમદાવાદમાં 15 લોકો વિદેશથી આવેલા સંક્રમિત છે. જ્યારે 27 આંતરરાજ્ય અને 35 લોકલ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

જુઓ આ પણ વીડિયો: સુરતમાં કોરોના પર અનોખી રીતે બનાવાયું ગીત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન