Corona Virus Cases And Death Rate Increased In Delhi
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • કોરોના કહેરથી આખા દેશને ડરાવ્યું આ શહેરે, ભારતમાં દર પાંચમું મોત અહીંથી

કોરોના કહેરથી આખા દેશને ડરાવ્યું આ શહેરે, ભારતમાં દર પાંચમું મોત અહીંથી

 | 6:24 pm IST

કોરોના (Corona)ના કારણે સ્થિતિ સતત બગડી રહી છે. દિલ્હી (Delhi)માં કોરોનાની ત્રીજી લહેર (Third Wave)નો કહેર સૌથી વધારે જોવા મળી રહ્યો છે. દેશના કુલ કોરોના મોતના 20 ટકા નોંધાઈ રહ્યા છે. કેટલાક ફેક્ટ અને નવી રિપોર્ટ ભવિષ્યની ભયાનક પરિસ્થિતિઓનું સાયરન વગાડી રહી છે. ગત 6 દિવસથી સરેરાશ 100થી વધારે લોકો દમ તોડી રહ્યા છે અને રાહતની કોઈ તસવીર જોવા મળી રહી નથી.

કોરોનાનો દર 10મો દર્દી દિલ્હીથી છે

દિલ્હીમાં સૌથી વધારે ચિંતા મોતની સંખ્યાને લઇને છે. દેશના 20 ટકા મોત એકલા દિલ્હીમાં થઈ રહ્યા છે. 21 નવેમ્બરના કોરોનાથી દિલ્હીમાં 111 લોકોના જીવ ગયા છે, જ્યારે દેશમાં 501 લોકોના મોત થયા. આ રીતે દેશમાં કોરોનાથી દર પાંચમું મોત દિલ્હીમાં થઈ રહ્યું છે, જ્યારે દર 10મો દર્દી દિલ્હીથી છે. રાજધાનીમાં મોતનો આંકડો 8 હજાર 270 થઈ ચુક્યો છે. છેલ્લા 24 કલાકમાં 45 હજારથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં 5879 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, એટલે કે દર 100માંથી 13 લોકો કોરોના સંક્રમિત મળ્યા છે.

પ્રોપર માસ્ક લગાવવું ઘણું જ જરૂરી 

રાજધાનીમાં 39 હજાર 741 કોરોનાના એક્ટિવ કેસ છે. આઈએલબીએસ ડાયરેક્ટર ડૉક્ટર એસકે સરીને કહ્યું કે, માસ્ક પર 2000 રૂપિયાનો દંડ કોઈ દંડ નથી. આ સાયન્સને બતાવવાની રીત છે જેને લોકોએ માની જ નથી. પ્રોપર માસ્ક લગાવવું ઘણું જરૂરી છે. ખાંસી ખાવાથી, છીંકવાથી અને જોરથી હસવાથી વાયરસ ફેલાય છે. આ કારણે માસ્ક લગાવવું ઘણું જરૂરી છે. જસલોક હૉસ્પિટલના ડૉક્ટર રાજેશ પારેખે કહ્યું કે, મને નથી લાગતુ કે આ ત્રીજી લહેર છે. આ હજુ પહેલી લહેર છે. બીજી અથવા ત્રીજી લહેર ત્યારે કહીશું જ્યારે પહેલી લહેરમાં કેસ સંપૂર્ણ રીતે આવવાના બંધ થઈ જશે.

ફેસ્ટિવ સીઝનમાં આપણે સાવધાની રાખવી જોઇતી હતી

તેમણે કહ્યું કે, ફેસ્ટિવ સીઝનમાં આપણે સાવધાની રાખવી જોઇતી હતી, જ્યાં ભૂલ થઈ છે. દિલ્હીમાં વધતા કોરોના સંક્રમણને જોતા રાજ્ય સરકારે નિયમોમાં સખ્તાઈ વધારી દીધી છે. દિલ્હીમાં કોરોના ગાઇડલાઇન્સને અવગણવા પર બે હજાર રૂપિયાનો દંડ ભરવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે દંડની રકમ 500 રૂપિયા હતી. માસ્ક ના લગાવવા, ક્વોરન્ટાઇન નિયમોનું ઉલ્લંઘન કરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ના કરવું અને સાર્વજનિક સ્થળો પર થૂંકવા પર હવે 2 હજાર રૂપિયાનો દંડ થશે.

આ વિડીયો પણ જુઓ: સુરતમાં કોરોના વોરિયર્સનું મૃત્યુ બાદ સન્માન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન