Corona Virus China Foreign Ministry Reply on PM Narendra Modi Letter
  • Home
  • Featured
  • મદદ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી મદદની ઓફરનો ચીને આપ્યો શાનદાર જવાબ

મદદ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી મદદની ઓફરનો ચીને આપ્યો શાનદાર જવાબ

 | 4:42 pm IST

Corona, Corona Virus, PM Modi, Narendra Modi, China, XI Jinping, PM Modi Latter, Sandesh.Com

ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. તેની અસર દુનિયાના અનેક દેશોમાં પણ થઈ રહી છે. ચીનની મદદ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને પત્ર લખીને કોઈપણ પ્રકારની મદદની ઓફર કરી હતી. પીએમ મોદીના પત્ર પર હવે ચીની વિદેશ મંત્રાલયનો જવાબ આપ્યો છે અને આ ઓફરને ભારત-ચીનની ગાઢ મિત્રતાનું પ્રતિક ગણાવ્યું છે.

ચીની વિદેશ મંત્રાલય તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે, ભારત તરફથી કોરોના વાયરસને લઈને જે સમર્થનની વાત કરવામાં આવી, તે માટે અમે તેનો આભાર વ્યક્ત કરીએ છીએ. ભારત દ્વારા વ્યક્ત કરવામાં આવેલો શિષ્ટાચાર ચીનની સાથે તેની ગાઢ મિત્રતાને દર્શાવે છે. અમે ભારત અને વિશ્વના તમામ દેશોની સાથે કામ કરવા તૈયાર છીએ, જેથી આ વાયરસ વિરુદ્ધ યુદ્ધ લડી શકાય.

મોદીએ કરી હતી આવી ઓફર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પત્ર લખ્યો હતો. આ પત્રમાં કોરોના વાયરસને કારણે ચીનને થયેલા નુકસાન પર શોક વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમને ભારત તરફથી કોઈપણ પ્રકારની મદદની રજૂઆત કરી હતી. પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુબેઈ પ્રાંતથી ભારતીય નાગરિકોને કાઢવામાં ચીની સરકાર દ્વારા કરવામાં આવેલી મદદની પ્રશંસા કરી હતી.

છેલ્લા બે મહિનાથી કોરોના વાયરસની અસર વિશ્વભરમાં થઈ છે. માત્ર ચીનમાં આ વાયરસને કારણે 900થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. હજારોની સંખ્યામાં લોકો તેની ઝપેટમાં આવ્યા છે. કોરોના વાયરસને કારણે ચીનનો મોટા ભાગના દેશો સાથે સંપર્ક ઓછો થઈ ગયો છે. દુનિયાના દેશો ચીન સાથેનો વ્યવહાર પણ હાલ ઓછો કરી નાખ્યો છે.

આ વીડિયો પણ જુઓ : રાજકોટમાં દૂધવાળો બન્યો બુટલેગર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન