Corona Virus : China Lockdown Delayed in Wuhan by Then 5 Million People Left
  • Home
  • Corona live
  • ખાંધા ચીને કરી આ ‘ગણવતરી પૂર્વક’ ભુલ અને દુનિયા આખી કોરોના વાયરસનો બની ગઈ શિકાર

ખાંધા ચીને કરી આ ‘ગણવતરી પૂર્વક’ ભુલ અને દુનિયા આખી કોરોના વાયરસનો બની ગઈ શિકાર

 | 7:35 pm IST

કોરોના વાઈરસને દુનિયામાં ફેલાવવા માટે  જવાબદાર કોણ? 100માંથી 99 લોકો આ વાઈરસને ફેલાવવા માટે ચીનને જવાબદાર માને છે. તેની પાછળ પણ એક કારણ છે. લોકોનું માનવું છે કે, એક બાજુ ચીનમાં કોરોના ઈન્ફેક્ટેડ લોકોની સંખ્યા ઘટી રહી છે જ્યારે બીજી બાજુ ચીનની બહાર ઈન્ફેક્શન વધી રહ્યું છે. ચીનના વુહાન શહેરમાંથી જ પહેલીવાર કોરોના વાઈરસના ઈન્ફેક્શનનો પહેલો કેસ આવ્યો હતો અને હવે વુહાન શહેર ફરી પાટા પર આવી ગયું છે. ત્યાંની ફેક્ટરીઓ શરૂ થઈ રહી છે. જ્યારે દુનિયાની અડધી વસતી હજી પણ ઘરમાં કેદ રહેવા માટે મજબૂર છે.

તાજેતરમાં જ ઈઝરાયલની કંપની લાઈટે તેમના રિપોર્ટમાં જણાવ્યું છે કે, કોરોના મહામારી પછી ચીન અને ચીન કંપનીઓ માટે ટ્વિટર પર હેટ સ્પીચ 900 ટકા સુધી વઘી ગઈ છે. ટ્વિટર પર ચાઈનીઝ વાઈરસ, કોમ્યુનિસ્ટવાઈરસ અને કુંગફ્લૂ જેવા હેશટેગનો ઉપયોગ થઈ રહ્યો છે. ચીને જાણીજોઈને કરેલી કેટલીક ભૂલ આજે દુનિયા આખીને ભારે પડી રહી છે.

કોરોનાને લઈ વિશ્વ આખાને અંધારામાં રાખ્યું

ચીનના હુબેઈ રાજ્યમાં ગયા વર્ષે 17 નવેમ્બરે જ કોરોનાનો પહેલો દર્દી ટ્રેસ કરવામાં આવ્યો હતો તે પ્રકારનો ચીનની ન્યૂઝ વેબસાઈટ સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે સરકારી ડોક્યુમેન્ટથી ખુલાસો કર્યો હતો. ડિસેમ્બર 2019 દરમિયાન જ ચીનના અધિકારીઓએ કોરોના વાઈસના 266 દર્દીઓની ઓળખ કરી લીધી હતી. જોકે આનાથી તદ્દન ઉલટું મેડિકલ જર્નલ ધી લેસેન્ટના રિપોર્ટ પ્રમાણે, વુહાનની એક ઝિંયિંતાન હોસ્પિટલમાં કોરોના વાઈરસનો પહેલો કન્ફર્મ કેસ 1 ડિસેમ્બરે રિપોર્ટ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, કોરોના વાઈરસ વિશે સૌથી પહેલાં માહિતી આપનાર ચીની ડોક્ટર લી વેનલિંયાગને પણ ચીની સરકારે નજર અંદાજ કર્યો હતો અને તેમના પર અફવા ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારપછી લીનું મોત પણ કોરોનાના કારણે થયું હતું. ચીને જાન્યુઆરીમાં કોરોના વાઈરસ વિશે દુનિયાને જણાવ્યું હતું.

બ્રિટનના સાઉથૈમ્પટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું માનવું છે કે, જો ચીને 3 સપ્તાહ પહેલાં પણ કોરોના વિશે જણાવી દીધું હોત તો તેના ઈન્ફેક્શન ફેલાવામાં 95 ટકા સુધીનો ઘટાડો આવી શક્યો હોત.

માણસની માણસમા આ વાયરસ ફેલાતો હોવાને લઈને ભાંગરો વાટ્યે રાખ્યો

અમેરિકન વેબસાઈટ પ્રમાણે વુહાનની બે હોસ્પિટલોના ડોક્ટરમાં વાયરલ નિમોનિયાના લક્ષણ મળ્યા હતા. ત્યાર બાદ 25 ડિસેમ્બર 2019ના રોજ ત્યાના ડોક્ટરે પોતાની જાતને ક્વોરન્ટીન કરી લીધા હતા. પરંતુ ચીને આ વાઈરસ માણસથી માણસમાં ફેલાય છે તે વાત નકારી દીધી હતી. 15 જાન્યુઆરીએ જાપાનમાં કોરોનાનો પહેલો દર્દી મળ્યો હતો. ત્યાંના સ્વાસ્થય મંત્રાલયે કહ્યું કે, દર્દી ક્યારેય વુહાનના સીફૂડ માર્કેટમાં નહતો ગયો, પરંતુ શક્ય છે કે તે કોઈ કોરોના ઈન્ફેક્ટેડ વ્યક્તિના સંપર્કમાં આવ્યો હોય. ત્યારપછી પણ ચીને હ્યૂમન-ટૂ-હ્યૂમન ટ્રાન્સમિશનની વાત નહતી માની. અંતે 20 જાન્યુઆરીએ ચીને માન્યું કે, કોરોના વાઈરસ માણસથી માણસમાં ફેલાય છે.

હ્યૂમન-ટૂ-હ્યૂમન ટ્રાન્સમિશનની વાતને નકારીને સમગ્ર દુનિયાની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો ચાલુ રાખી. સમગ્ર દુનિયામાં લોકો એક બીજાના દેશ આવતા જતા રહ્યા. તેના કારણે બાકી દેશોમાં પણ કોરોના વાઈરસ ફેલાઈ ગયો.

વુહાન ધમરોળાયા બાદ કર્યું લોકડાઉન

ડિસેમ્બર 2019માં ચીનમાં કોરોના વાઈરસ ફેલાવા લાગ્યો હતો. અમેરિકન પત્રકાર નિકોલસ ડી. ક્રિસ્ટોફે લખ્યું હતું કે, ચીને વાઈરસ રોકવાની જગ્યાએ તે લોકો સામે એક્શન લીધા જે વાઈરસ વિશે એલર્ટ આપતા હતા. તેમણે લખ્યું કે, ચીનની કોમ્યુનિસ્ટ સરકાર હંમેશા એવું દેખાડતી રહી કે, આ વાઈરસથી ડરવાની જરૂર નથી. આટલું જ નહીં, વાઈરસનો પ્રથમ કેસ આવ્યાના 7 સપ્તાહ પછી એટલે કે 23 જાન્યુઆીએ વુહાનને લોકડાઉન કરવામાં આવ્યું.

લોકડાઉન થયાના ચાર દિવસ પછી 27 જાન્યુઆરીએ વુહાનના મેયર ઝોઉ શિયાનવેંગે જણાવ્યું હતું કે, લોકડાઉન કર્યાના પહેલાં જ અંદાજે 50 લાખ લોકો વુહાન છોડીને જતા રહ્યા હતા. આ 50 લાખ લોકો ક્યાં ગયા છે તે હજી સુધી ખબર પડી નથી.

ચીને કોઈ કડક પગલા જ ન લીધા

અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડૉ. એંથની ફૌસીએ નેશનલ રિવ્યુને જણાવ્યું હતું કે, કોરોનાના કારણે ઈટાલીની હાલત આટલી ખરાબ થઈ છે. કારણ કે ઈટાલીમાં સૌથી વધારે ચીની પર્યટકો આવે છે. તે ઉપરાંત અહીં 3 લાખથી વધારે ચીની લોકો કામ કરે છે. ડૉ. ફૌસીએ કહ્યું કે, ઈટાલીથી ચીની લોકો નવા વર્ષની ઉજવણી કરવા ચીન આવ્યા અને પછી પરત ફર્યા. ચીનમાં નવું વર્ષ 25 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. એટલે કે કોરોના વાઈરસ ફેલાયા પછી પણ ચીને તેમના નાગરિકો ઈટાલી પરત ફરતાં ન રોક્યાં.

ઈટાલીમાં ચીન કરતાં પણ વધારે કોરોનાના કેસ આવ્યા છે. 5 એપ્રિલ સુધી ઈટાલીમાં કોરોના ઈન્ફેક્ટેડ લોકોની સંખ્યા 1.28 લાખને પાર પહોંચી ગઈ હતી. અહીં 15 હજાર કરતા વધારે લોકોના મોત થયા છે. જે કોરોનાના કારણે કોઈ પણ દેશમાં થતાં મૃત્યુઆંક કરતા વધારે છે.

જુઓ આ વીડિયો પણ : લોકડાઉન વધારવા કેન્દ્ર સરકાર કરી રહી છે વિચારણા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન