corona virus effect patients with mental illness every 5 Indian
  • Home
  • Corona live
  • બાપ રે: કોરોનાએ તો ભારતીયોને વધુ એક બિમારીમાં નાખી દીધા, 20 ટકા લોકો ભરડામાં!

બાપ રે: કોરોનાએ તો ભારતીયોને વધુ એક બિમારીમાં નાખી દીધા, 20 ટકા લોકો ભરડામાં!

 | 10:42 am IST

કોરોના વાયરસની અસર માનસિક સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. દેશમાં જ્યારથી આ બીમારીએ દસ્તક દીધી છે મનોરોગીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. માનસિક ચીકિત્સાની સારવાર કરી રહેલા દર્દીઓની સંખ્યામાં હાલ આ સમયમાં 20 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આની પાછળ એવું માનવામાં આવી રહ્યુ છે કે લોકો લોકડાઉનને લઈને ઘરમાં બેસી રહ્યા હોવાથી પ્રવૃત્તિઓ ઓછી કરી શકે છે આથી તેમની જીવનશૈલીમાં ફેરફાર થયો છે. આ મહામારીએ વૈશ્વિક અર્થવ્યવસ્થાને ભારે નુકસાન પહોંચાડ્યુ છે. જેની સીધી અસર લોકોના વિચારો પર પડી રહ્યુ છે.

હાલમાં એક સર્વે હાથ ધરાયો જેમાં મનોરોગીઓની સંખ્યામાં 20 ટકાનો વધારો થયો છે. આ પાછળનું કારણ એ છે કે કોરોના મહામારીની સીધી અસર માનસીક રીતે થઈ રહી છે. લોકોમાં ખાલી ખાલી બેસીને નકારાત્મક ઉર્જા ફેલાઇ રહી છે. લોકો દબાણ અને તણાવમાં છે. સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જાય છે જ્યારે લોકો પોતાના જ ઘરમાં કેદીઓની જેમ રહેવા લાગ્યા છે અને જીવનશૈલી બદલાતા મુશ્કેલીઓ આવી રહી છે. કામ-ધંધો, નોકરી, બચત અને જીવન જરૂરી સામાન ન મળતા લોકોમાં ગુસ્સો આક્રોશ આવે છે. એક બીજાની નજીક રહેવાથી વસ્તુઓ આડાઅવળી વ્યવસ્થા થાય ત્યારે ઘરના લોકો એકબીજા વચ્ચે ટકરાય છે.

શું હોય છે લક્ષણો
કોઈ વાતમાં વારંવાર વિચારતા રહેવુ, ઓછી ઉંઘ આવવી કે ખુબજ સુતા રહેવું ભૂખ ન લગાવી કે વધારે પડતું ખાઇ લેવુ. જૂની વસ્તુઓને વારંવાર યાદ કરવી. દરેક વાતમાં દુખી રહેવુ પોતાને જ દોષ દેતા રહેવુ. પેટમાં અચાનક દુખાવો થવો, માથુ દુખવુ, મગજ સ્થિર ન રહેવો તઘલખી વિચારો આવવા.

એક રિપોર્ટ અનુસાર દરેક ભારતીયમાં 5 મનોરોગથી પીડિત છે. આ સમય એવો છે કે લોકોના મન પર અસર કરે જ. કેટલાક લોકો કારણ વગરની ચિંતા કરે છે, દારૂ કે નશામાં ચુર રહે છે. આનુવંશિક બીમાર હોય છે તેઓ આ રોગનો જલ્દીથી ભોગ બનતા હોય છે.

વીડિયો જુઓ: કોરોના સામે લડી રહેલા ફાયરના શૂરવીરને સો – સો સલામ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન