Corona Virus : Govt. Temporally Suspendes Toll Collection Across India
  • Home
  • Corona
  • કોરોના વાયરસ: ગડકરીએ નેશનલ હાઇવે પર વસૂલાતા ટોલ ટેક્સને લઇ કરી મોટી જાહેરાત

કોરોના વાયરસ: ગડકરીએ નેશનલ હાઇવે પર વસૂલાતા ટોલ ટેક્સને લઇ કરી મોટી જાહેરાત

 | 6:55 am IST

દેશમાં કોરોના વાયરસના સંક્રમણને જોતા રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે વિભાગના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ઇમરજન્સી સેવાઓનું કામ સરળ કરવા માટે દેશમાં અસ્થાયી રીતે નેશનલ હાઇવે પર ટોલ વસૂલાશે નહીં. કેન્દ્રીય મંત્રીએ પોતાની જાહેરાતમાં કહ્યું કે કોવિડ-19ને જોતા આદેશ આપતા કહ્યું કે દેશના તમામ ટોલ પ્લાઝા પર ટોલ લેવાનું કામ બંધ કરાય. તેમણે કહ્યું કે તેનાથી ઇમરજન્સી સર્વિસીસના કામમાં લાગેલા લોકોને જરૂરી સમય બચાવામાં મદદ મળશે.

થશે ફાયદો
આ સિવાય ગડકરીએ પોતાની ટ્વીટમાં લખ્યું કે રસ્તાનો મેઇન્ટેનન્સ અને ટોલ પ્લાઝા પર ઇમરસન્જી સંસાધનોની ઉપલબ્ધતા હંમેશાની જેમ ચાલુ રહેશે. જો કે દેશમાં 21 દિવસનું લોકડાઉન 14મી એપ્રિલ સુધી ચાલશે. આ દરમ્યાન હાઇવે અને રાજ્યોની સરહદોને સીલ કરી દેવાઇ છે. માત્ર ઇમરજન્સી વાહનોની અવર-જવરને જ મંજૂરી છે. માત્ર જરૂરી વસ્તુઓના સપ્લાય કરનાર ટ્રક, જરૂરી સર્વિસીસથી સંબંધિત સરકારી વાહન અને એમ્બયુલન્સ જ અવરજવર કરી રહી છે. એટલું જ નહીં એકલ-દોકલ પસાર થનાર કારને વ્યાજબી કારણ બતાવા પર હાઇવે પરથી જવાની મંજૂરી આપવામાં આવી રહી છે. એવામાં ટોલ ના લેવાથી ઇમરજન્સી સર્વિસીસમાં લાગેલા લોકોને ફાયદો થશે અને કામમાં રૂકાવટ આવશે નહીં અને જરૂરી સર્વિસીસને વ્યવસ્થિત રીતે પૂરી પાડી શકાશે.

14મી એપ્રિલ સુધીમાં દેશમાં લોકડાઉન
કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ 24મી ફેબ્રુઆરીના રોજ સંબોધન દરમ્યાન દેશ વ્યાપી લોકડાઉન જાહેર કર્યું હતું, જે 21 દિવસ એટલે કે 14મી એપ્રિલ સુધી ચાલશે. આ દરમ્યાન તમામ લોકોને તમામ સુવિધાઓ પણ મળશે. એક સપ્તાહની અંદર રાષ્ટ્રના નામ પર પોતાનું બીજું સંબોધન કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે આપણે કોરોના વાયરસની સાઇકલને તોડવાની છે. આજના નિર્ણયની અંતર્ગત ત્રણ સપ્તાહ સુધી દેશવ્યાપી લોકડાઉને પોતાના ઘરના દરવાજા પર એક લક્ષ્મણ રેખા ખેંચવાની છે અને તમારે સમજવાનું છે કે તમારા ઘરથી નીકળનાર એક પગલું કોરોનાને ઘરમાં લાવી શકે છે.

મળશે તમામ સુવિધાઓ
મોદીએ કહ્યું હતું કે મારા દેશવાસીઓ ગભરાવાની કોઇ જરૂર નથી. જીવનજરૂરી વસ્તુઓ, દવાઓ વગેરે ઉપલબ્ધ થશે. કેન્દ્ર અને વિભિન્ન રાજ્ય સરકાર લગભગ સમન્વયથી આ દિશામાં કામ કરી રહ્યા છે. લોકોને સરકારના નિર્દેશોનું પાલન કરવાની અપલી કરતાં મોદીએ કહ્યું હતું કે જાન હે તો જહાન હૈ. બીજીબાજુ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દેશવાસીઓને આશ્વસ્ત કર્યા કે મધ્ય રાત્રિથી શરૂ થતા 21 દિવસના લોકડાઉન દરમ્યાન જરૂરી વસ્તુઓની કોઇ મુશ્કેલી પડશે નહીં. કેટલીય ટ્વીટ કરી તેમણે લોકોને અપીલ કરી કે તેઓ ભયભીત થાય નહીં કારણ કે આખો દેશ કોરોના વાયરસની સામે લડાઇમાં એકજૂથ છે.

આ વીડિયો પણ જુઓ : કોરોનાને માત આપવા લંડનમાં યોજાયો હવન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન