Corona Virus in Found Food : China
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • હવાતિયા મારી રહેલા ચીનનો કોરોનાને લઈને નવો જ દાવો, આ દેશને બનાવ્યો બલિનો બકરો

હવાતિયા મારી રહેલા ચીનનો કોરોનાને લઈને નવો જ દાવો, આ દેશને બનાવ્યો બલિનો બકરો

 | 7:23 pm IST
  • Share

કોરોના વાયરસને લઈને દુનિયાભરમાં ચીન ચારેકોરથી બરાબરનું ઘેરાયું છે. જેમાંથી છટકવા હવાતિયા મારી રહેલા ડ્રેગને હવે કોરોનાને લઈને નવો જ દાવો કર્યો છે. ચીને દાવો કર્યો છે કે, બ્રાઝીલમાંથી મોકલાયેલ ફ્રોઝન ચિકનમાં કોરોના વાઈરસ મળ્યો છે. ગત સપ્તાહે અહીં ઈક્વાડોરથી મોકલાયેલા ઝીંગામાં પણ સંક્રમણ મળ્યાનો દાવો કરાયો હતો.

ચીને જૂનમાં બ્રાઝીલ સહિત અન્ય દેશોમાંથી મીટ ઈમ્પોર્ટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે હવે તેને હટાવી લીધો છે.

શેજેનના લોકલ ડિસિસ કંટ્રોલ સેન્ટર (CDC)ની તપાસ દરમિયાન બ્રાઝીલથી મોકલાયેલ ચિકનના સેમ્પલ લેવાયા હતા. તપાસ કરતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ચીની અધિકારીઓએ કહ્યું હતું કે, બ્રાઝીલથી ચિકન સાથે મોકલાયેલ બીજા ફૂડ પ્રોડક્ટના સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જ્યારે ચીકનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે બ્રાઝીલે હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

શેજન સીડીસીએ બીજા દેશની ફૂડ પ્રોડક્ટ ખાવામાં સાવધાની રાખવાની અપીલ કરી છે. જૂનમાં ચીનની રાજધાની બેઈજિંગના શિનફેડી સીફૂડ માર્કેટમાં સંક્રમણના કેસ નોંધાયા હતા. ત્યાર પછી સરકાર હાલ ફૂડ પ્રોડક્ટના સેમ્પલ લઈને કોરોના ટેસ્ટ કરી રહી છે.

ચીનના વુહાનના સી ફૂડ માર્કેટથી સંક્રમણ ફેલાયાની આશંકા

ચીનના વુહાન શહેરથી વિશ્વભરમાં કોરોનાની મહામારી ફેલાઈ છે. એવી આશંકા છે કે સંક્રમણ અહીંના સૂ ફૂડ માર્કેટથી ફેલાયું હતું. સંક્રમણને લઈને વિવાદ થતા ચીને ઘણા પશુઓના ખરીદ-વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. હવે ચીને બ્રાઝિલ પર આરોપ ઢોળવાના પ્રયાસ કરી રહ્યું હોય તેમ જણાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન