કોરોના વાયરસે ગુજરાતમાં કર્યો પગપેસારો, બે પોઝિટિવ કેસ સામે આવ્યા

સમગ્ર દુનિયામાં કોરોના વાયરસે પોતાનો કહેર વર્તાવ્યો છે. ત્યારે સૌ પ્રથમ ચીનમાં પોતાનું રૌદ્ર સ્વરૂપે દેખાડ્યા બાદ હવે આ વાયરસ ઇટાલીમાં મહામારીનું સ્વરૂપ ધારણ કરી લીધુ છે અત્યાર સુધીમાં સમગ્ર દુનિયામાં આ વાયરસના કારણે 8000થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારતમાં પણ અત્યાર સુધીમાં 4 લોકોના મોત આ વાયરસના કારણે થયા છે.
Two suspected #CoronaVirus cases of Rajkot and Surat are positive. Our teams have already taken necessary steps including quarantine of all the contacts. @CMOGuj @Nitinbhai_Patel @InfoGujarat @JayantiRavi @JpShivahare.
— GujHFWDept (@GujHFWDept) March 19, 2020
આ મહામારીને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે અગનચેતીના ભાગ રૂપે પગલા ભર્યા છે અને સમગ્ર રાજ્યમાં એક ગાઇડલાઇન્સ બહાર પાડી છે. જે અનુસાર રાજ્યની તમામ શાળા-કોલેજોને આગામી 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અત્યાર સુધી કોરોના વાયરસના લક્ષણો ધરાવતા ગણા લોકો સામે આવી ચૂક્યા છે પરંતુ ગુજરાતમાં કોરોનાના બે પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેમાં રાજકોટનો એક શંકાસ્પદ કેસ અને સુરતનો એક શંકાસ્પદ કેસ પોઝિટીવ આવ્યા છે. આ અંગે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ટ્વિટ કર્યું છે.
શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા અને મક્કાથી આવેલા યુવાનના સેમ્પલ જામનગર લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ ત્યાંનો રિપોર્ટ વધુ શંકાસ્પદ આવતાં સેમ્પલ પુનાની લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. તંત્રએ પોઝિટિવ કેસ સમજી તકેદારીના ભાગરૂપે યુવાનના પરિવારજનો અને અંગત મળી કુલ 17 લોકોને કવોરન્ટાઇન કરી પથિકાશ્રમ ખાતે ખસેડી દીધા છે.
આ વીડિયો પણ જુઓ : રાજકોટમાં જમીન કૌભાંડમાં 2ની ધરપકડ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન