ભારતે WHOને આપ્યો તગડો ઝાટકો, કોરોના વાયરસની સારવાર માટે ભર્યા આ પગલાં

કોરોના વાયરસ મહામારી સામેની લડાઇમાં ભારતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ની વિરૂદ્ધ મોરચો ખોલી દીધો છે. આ વખતે ભારતે પોતાના નવા નિર્દેશ અને સંશોધનથી WHOને સંકેત આપ્યા છે કે કોરોના વાયરસ સામેની લડાઇમાં હવે દેશ એકલો જ ચાલશે. દેશના હિતમાં રિસર્ચ અને સારવાર માટે જરૂરી હશે એ જ કરશે. સાથો સાથ ભારતના વૈજ્ઞાનિકોએ સ્પષ્ટતા કરી દીધી છે કે તેમણે WHOની ભલામણની કોઇ જરૂરિયાત નથી.
કોરોના વાયરસ પર WHOના નિર્દેશ સામે ભારતનો જવાબ
તાજેતરમાં જ WHOએ સભ્ય દેશોને નિર્દેશ રજૂ કર્યો હતો કે કોરોના વાયરસની સારવારમાં હાઇડ્રોક્સીક્લોરોક્વીન ખતરનાક સાબિત થઇ શકે છે. આથી તેને ટ્રાયલ બંધ કરી દીધું. પરંતુ ભારતીય વૈજ્ઞાનિકોએ માત્ર આ દવા પર રિસર્ચ જ કર્યું નથી પરંતુ દેશના ડૉકટર્સનું કહેવું છે કે કોરોના વાયરસ સારવારમાં આ દવાથી બચાવ થઇ શકે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ પોતાના તાજા રિસર્ચમાં કહ્યું છે કે હાઇડ્રોક્સીક્લોરોક્વીનની દવા લેવા પર કોરોના વાયરસ સંક્રમણના ખતરામાં ઘટાડો જોવા મળ્યો છે.
આ લડાઇ ભારતીય દવા vs આંતરરાષ્ટ્રીય જૂથ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે વાત એમ છે કે મોટાભાગના પશ્ચિમી દેશોના વૈજ્ઞાનિકો અને દવા કંપનીઓ ભારતની સસ્તી દવાઓની સારવારને લઇ હંમેશા નીચા દેખાડવાની કોશિષમાં રહ્યા છે. કોરોના વાયરસની સારવાર મેલેરિયાથી બચવા માટે બનેલી હાઇડ્રોક્સીક્લોરોક્વીનથી શક્ય છે. જો કોરોના વાયરસથી બચવા માટે આ સસ્તી દવાનો ઉપયોગ વધાર્યો તો પશ્ચિમી દેશોની દવાઓ કંપનીઓને કરોડો રૂપિયાનું નુકસાન છે. આ જ કારણ છે કે તેમની લોબી WHO પર દબાણ બનાવીને હાઇડ્રોક્સીક્લોરોક્વીનના તમામ ટ્રાયલ બંધ કરવા માંગે છે. તેનો ભારતે વિરોધ કરી દીધો છે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ સંક્રમણને ફેલાવામાં WHO પર આરોપ લાગતા રહ્યા છે. ખુદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ WHOની ભૂમિકા પર પ્રશ્ન ઉઠાવ્યા છે. એ વાત જગજાહેર છે કે WHOમાં કેટલીય દવા બનાવતી કંપનીઓએ પણ અલગ-અલગ રીતે દબાણ બનાવાની કોશિષો કરી છે. આથી જ WHOની મોટાભાગની સોશિયલ મીડિયા પોસ્ટ પર લોકો ગુસ્સો ઠાલવતા દેખાય છે.
આ વીડિયો પણ જુઓ : અમદાવાદના માઈક્રો કન્ટેઈન્મેન્ટની યાદી જાહેર
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન