Corona virus kills mother of two Child in Dahod At Mothers Day
  • Home
  • Gujarat
  • દાહોદમાં બે બાળકોની માતાને કોરોના ભરખી ગયો, સ્મશાનના દ્રશ્ય જોઇ સૌ કોઇની આંખો ભીંજાઇ

દાહોદમાં બે બાળકોની માતાને કોરોના ભરખી ગયો, સ્મશાનના દ્રશ્ય જોઇ સૌ કોઇની આંખો ભીંજાઇ

 | 10:36 pm IST
  • Share

કોરોના મહામારીએ આખા વિશ્વને પોતાની ઝપેટમાં લીધુ અને તેના પછી આ વાયરસની બીજે લહેરે તો ભયાનક સ્થિતિનું નિર્માણ કર્યું છે. આ મહામારી લાખો લોકોનો ભોગ લઇ ચૂકી છે ત્યારે દાહોદમાં મધર્સ ડેના દિવસે જ એક કરુણાંતિકા સર્જાઈ હતી. જ્યાં બે બાળકોની માતાને કોરોના વાયરસ ભરખી ગયો. દાહોદમાં માતાના મોત બાદ 7 વર્ષનો બાળક અને 3 માસની બાળકીએ માતૃત્વ ગુમાવ્યું છે.

જણાવી દઇએ કે, દાહોદ જિલ્લામાં કોરોના વાયરસે માઝા મુકી છે. કોરોનાથી મૃત્યુ થવાને કારણે કેટલાય પરિવારોના માળા વિખેરાઇ ગયા છે. આજે વિશ્વ માતૃત્વ દિવસે જ દાહોદમાં કોરોનાએ બે નાના ભુલકાઓના માથેથી માતાની છત્ર છીનવી લીધી. સ્મશાનમાં જ્યારે 7 વર્ષના પુત્રએ માતાને અગ્નિદાહ આપ્યો ત્યારે ઉપસ્થિતિ સૌ કોઇની આંખો ભીંજાઇ ગઇ હતી.

માતાનો મૃતદેહ જ્યારે દાહોદના સ્મશાનમાં લયાયો ત્યારે આટલા દિવસ સુધી કોઇએ ન અનુભવી હોય તેવી વ્યથા અને દુઃખ અનુભવ્યા હતા. કારણ કે સાત વર્ષના પુત્રએ મધર્સ ડેના દિવસે જ માતાને અગ્નિદાહ આપ્યો હતો. આ ઘડીએ કેટલાયેની આંખો ભીની થઇ ગઇ હતી અને ન રડી શકનારા કશુએ બોલી શક્યા નહી. કરુણતાની ચરમસીમા તો ત્યારે આવી કે જ્યારે ખબર પડી કે આ માતા તેની ત્રણ માસની ફુલ જેવી પુત્રીને પણ છોડી ગઇ છે. કોરોનાએ બે બાળકોને નોંધારા કરી નાખ્યા છે.

આ વીડિયો પણ જુઓ : વડોદરા શહેર પોલીસનો નવતર પ્રયોગ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો