Corona Virus Lockdown: Qatar Migrant Workers Worst Situation
  • Home
  • Corona
  • કોરોના વાયરસ: ગલ્ફ દેશમાં ફસાયેલા પ્રવાસી ભારતીય મજૂરોની દયનીય સ્થિતિ

કોરોના વાયરસ: ગલ્ફ દેશમાં ફસાયેલા પ્રવાસી ભારતીય મજૂરોની દયનીય સ્થિતિ

 | 1:38 pm IST

દુનિયાના સૌથી ધનિક દેશોમાંથી એક કતારમાં પ્રવાસી મજૂરોને ખાવાના ફાંફાં પડી ગયા છે. કતારમાં દર ચારમાંથી એક વ્યક્તિનો ટેસ્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. આ મહામારીને રોકવા માટે ત્યાં લોકડાઉન લાગૂ કરાયું છે. તેના લીધે પ્રવાસી મજૂરોની પાસે ના તો કામ છે, ના તો પૈસા અને ના તો વતન પરત ફરવાનો કોઇ રસ્તો. તેમને ખાવાના ફાંફાં પડી ગયા છે. તેમાં મોટી સંખ્યામાં ભારતીય મજૂર પણ સામેલ છે.

2020મા ફીફા ફૂટબોલ કપના યજમાન

કતારને 2020માં ફીફા ફૂટબોલ કપ માટે યજમાન પદ મળ્યું છે. તેના માટે ત્યાં મોટાપાયા પર સ્ટેડિયમોની સાથો સાથ ઇન્ફ્રાસ્ટ્રકચરનો પણ વિકાસ થઇ રહ્યો છે. તેના માટે ત્યાં હજારોની સંખ્યામાં પ્રવાસી મજૂર કામ પર લાગી ગયા હતા. પરંતુ કોરોના વાયરસના પ્રકોપના લીધે નિર્માણ ગતિવિધિઓ ઠપ પડી ગઇ છે.

20 લાખથી વધુ પ્રવાસી મજૂર

કતરમાં 20 લાખથી વધુ પ્રવાસી મજૂર છે. છેલ્લાં એક સપ્તાહ દરમ્યાન ત્યાં જેટલા ટેસ્ટ કરાયા તેમાંથી 25 ટકા પોઝિટીવ આવ્યા. તેમાં મોટી સંખ્યામાં પ્રવાસી મજૂર પણ સામેલ છે. કતરમાં કામ કરનાર મજૂરોમાં મોટાભાગના ભારત, નેપાળ, પાકિસ્તાન અને બાંગ્લાદેશના છે. કતારની કુલ વસતી 28 લાખ છે અને ત્યાં કોરોનાના અંદાજે 18000 કેસ સામે આવ્યા છે.

‘એવું લાગી રહ્યું છે કે અમે જેલમાં છીએ’

છેલ્લાં બે મહિનાથી એક ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ફસાયેલા ભારતના ફિરોઝે કહ્યું કે કંપનીએ કહ્યું હતું કે અમે તમને એપ્રિલ મહિનાનો પગાર આપીશું નહીં પરંતુ જમવા માટે થોડાંક પૈસા આપીશું. પરંતુ અમને કંઇ જ મળ્યું નથી. થોડાંક દિવસ પહેલાં અમને તેઓએ ઇંડાની એક ટ્રે અને થોડુંક તેલ આપ્યું હતું. આ સિવાય અમને કંઇ મળ્યું નહીં. અમને અહીં કેટલીય મુશ્કેલીઓ પડી રહી છે. એવું લાગી રહ્યું છે કે અમે જેલમાં છીએ.

બીજા ખાડી દેશમાં પણ પ્રવાસી મજૂર બેહાલ

કતાર જ નહીં પરંતુ બીજા ખાડી દેશોમાં પણ પ્રવાસી મજૂરોની આ સ્થિતિ છે. આ દેશોમાં દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયા અને પૂર્વ આફ્રિકાના હજારો મજૂર કામ કરે છે. કુવૈતમાં પ્રવાસી મજૂરોની આત્મહત્યા કરવાના કેસ વધ્યા છે. યુએઇમાં હજારોની સંખ્યામાં પ્રવાસી મજૂર ફસાયા છે જ્યારે સાઉદી અરબે ઘરોમાં કામ કરનાર ઇથોપિયાના હજારો કામદારોને કાઢી મૂકયા છે.

આ વીડિયો પણ જુઓ : અમદાવાદ – લોખંડવાલા હોસ્પિટલનો વીડિયો વાયરલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન