corona virus lockdown urvashi rautela are missing old time
  • Home
  • Featured
  • Photos: લોકડાઉનમાં કંટાળી ગઈ આ અભિનેત્રી, શેર કરી બિકીની તસવીરો વાતાવરણને ગરમ કર્યુ

Photos: લોકડાઉનમાં કંટાળી ગઈ આ અભિનેત્રી, શેર કરી બિકીની તસવીરો વાતાવરણને ગરમ કર્યુ

 | 7:54 am IST

કોરોના સામે લડવા હાલ સમગ્ર દેશ એક થઈને લડી રહ્યો છે. PM નરેન્દ્ર મોદીએ આપેલ લોકડાઉનના નિર્ણયને મોટા પ્રમાણમાં સમર્થન મળી રહ્યું છે. તમામ કલાકારો આ લડાઈમાં એક સાથે જોડાયા છે. આ સમય એવો છે કે કોઈ કામ વગર ઘરમાં બેસી રહેવાથી લોકો કંટાળી ગયા કેટલાક લોકો જૂની યાદો તાજી કરી રહ્યા છે.

હાલ ઉર્વશી રૌતેલા લોકડાઉનમાં પોતાની જૂની યાદો તાજી કરી રહી છે જેમાં લોકડાઉનની કોઈ પાબંદી ન હતી. ઉર્વશી રૌતેલાએ બિકીનીમાં તસવીરો શેર કરી છે. ઉર્વશીએ માલદીવ ટ્રીપની તસવીરો શેર કરી છે.

આ પહેલા ઉર્વશીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ ધુમ મચાવી ચુકી છે. ઉર્વશી રૌતેલા 2016માં આવેલી એડલ્ટ કોમેડી ફિલ્મ ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’માં ચમકી હતી ત્યારબાદ ફિલ્મ ‘પાગલપંતી’ માં ઝળકી છે. ઉર્વશીની હિમ્મત કાબિલેદાદ છે અને તેને કારણે તે અન્યોથી જુદી તરી આવે છે.

ઉર્વશી તેના નૃત્ય માટે ખૂબ જ જાણીતી છે. ‘ડેડી મમ્મી અને ‘હસીનો કા દીવાનાને મળેલી સફળતાને કારણે જ તેને ‘પાગલપંતી’ માં ‘બિમાર દિલ….’ ગીત પર નૃત્ય કરવાની તક મળી હતી.

ઉર્વશી અત્યારે દર્શકોને ઘરમાં જ રહીને સુરક્ષીત રહેવાની વાત કરે છે તે કહે છે કે આ સમય સાચવી લેવો જોઈએ. લોકોએ ઘરની બહાર ન આવવું જોઇએ. પાગલપંતી મલ્ટી સ્ટારર ફિલ્મ હોવા છતાં ઉર્વશીની એક્ટિંગને ખુબજ પસંદ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન