Corona Virus : Numવer Of Death Daily Down in Italy
  • Home
  • Corona live
  • ઇટલીમાં કોરોના વાયરસની ભયાનકની વચ્ચે આશાનું કિરણ જાગ્યું, આવ્યા મોટા સમાચાર

ઇટલીમાં કોરોના વાયરસની ભયાનકની વચ્ચે આશાનું કિરણ જાગ્યું, આવ્યા મોટા સમાચાર

 | 11:33 am IST

ઇટલીમાં કોરોના વાયરસથી થયેલા મોતનો આંકડો ખૂબ જ ડરામણો છે પરંતુ નવા મોતના આંકડામાં ઘટાડાથી થોડીક રાહત મળતી દેખાય રહી છે. બુધવારના રોજ મૃતકોનો આંકડો 7503 થઇ ગયો અને આ આંકડાએ ચીનને કયાંય પાછળ છોડી દીધો છે. બુધવારના રોજ 683 લોકોના ઘાતક વાયરસના લીધે મોત થયા હતા. સુધારાના સંકેત રવિવારથી દેખાવાના શરૂ થયા છે. શનિવારના રોજ જ્યાં એક દિવસમાં મોતનો આંકડાનો રેકોર્ડ બની ગયો હતો ત્યાં રવિવારના રોજ તેમાં ઘટાડો આવ્યો અને મૃતકોની સંખ્યા 650 અને પછી સોમવારના રોજ 602 નોંધાઇ.

ઇટલીમાં કન્ફર્મ કેસ ધીમે-ધીમે ચીનની નજીક પહોંચી ગયો છે. વુહાનથી આખી દુનિયામાં ફેલાઇ રહ્યો છે. કુલ કન્ફર્મ કેસની સંખ્યા 74386 થઇ છે. જો કે પહેલાં 69176 હતી. દરરોજ નવા કેસમાં પણ ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. બીજીબાજુ કોરોનાનું કેન્દ્ર રહેલા ચીનમાં તો સ્થિતિ સુધરી ગઇ છે અને તેણે ત્રણ મહિના બાદ વુહાનમાં બસ સેવા પણ શરૂ કરી દીધી, પરંતુ ત્યાંથી ફેલાયેલા વાયરસે દુનિયાભરમાં તબાહી મચાવી દીધી છે.

પાછલા દિવસોમાં જ્યારે બે દિવસ ડેટામાં ઘટાડો આવ્યો હતો ટીવી પર દેખાતા હેલ્થ અધિકારીના ચહેરા પર ખુશી હતી. બીજીબાજુ બુધવારના રોજ કોન્ફરન્સમાં સિવિલ પ્રોટેકશન એજન્સીના હેડ અંગોલી બોરેલી દેખાયા નહીં કારણ કે તેમને તાવ આવ્યો હતો.

બીજીબાજુ કોરોના સાથે જોડાયેલા બીજા તથ્યોની તરફ નજર કરીએ તો દેશમાં 9362 દર્દી સંપૂર્ણરીતે સ્વસ્થ થઇ ગયા છે, પરંતુ મંગળવારના રોજ અહીં આંકડો 8326 હતો. આઇસીયુમાં 3489 લોકોને રખાયા છે જ્યારે મંગળવાર સુધીમાં 3396 દર્દી આઇસીયુમાં દાખલ હતા. દેશા સૌથી પ્રભાવિત લોમ્બાર્ડી રિજનમાં હવે નવા કેસ અને મોતની સંખ્યામાં ઘટાડો થયો છે. હાલ 4474 લોકોના મોત અને 32346 કન્ફર્મ કેસ હતા આ સૌથી ઉપર છે. લોમ્બાર્ડીની બહાર તુરિન અને વેનિસમાં કેસ વધી રહ્યા છે.

ઇટલીમાં સકારાત્મક ટ્રેન્ડ ત્યારે જોવા મળી રહ્યો છે જ્યારે થોડાંક દિવસ પહેલાં જ કોરોના સંક્રમિત એક નર્સે આપઘાત કરી લીધો હતો. જો કે તેઓ લોમ્બાર્ડીની એક હોસ્પિટલમાં કામ કરતા હતા અને તેને ડર હતો કે તેણે બીજા લોકોને સંક્રમિત કરી દીધઆ છે એવા સમયમાં જ્યારે દેશ ઇમરજન્સીની પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. આ ચિંતામાં ડેનિએલા ટ્રેજી એ આત્મહત્યા કરી. સંક્રમણની પુષ્ટિ બાદ જ તે ક્વારેન્ટાઇનમાં રહેતી હતી અને તેને ત્યાં જ આત્મહત્યા કરી લીધી. નર્સિંગ ગ્રૂપનું કહેવું છે કે આ પ્રકારનો કેસ એક સપ્તાહ પહેલાં પણ આવ્યો હતો જ્યારે એક નર્સે આત્મહત્યા કરી લીધી હતી.

આ વીડિયો પણ જુઓ : અમદાવાદમાં એક દિવસમાં 103 લોકોની ધરપકડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન