Corona Virus Outbreak : Finance Minister Sitharaman declare Economy Package
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • સીતારમણે ગરીબો માટે કરી મોટી જાહેરાત, 1.70 લાખ કરોડ રૂપિયાની સરકાર કરશે મદદ

સીતારમણે ગરીબો માટે કરી મોટી જાહેરાત, 1.70 લાખ કરોડ રૂપિયાની સરકાર કરશે મદદ

 | 1:58 pm IST

કોરોના વાયરસના લીધે દેશમાં 21 દિવસનું લોકડાઉન છે. આ લોકડાઉનના લીધે દેશના અર્થતંત્રને મોટી નુકસાન જવાની આશંકા વ્યકત કરાઇ છે. તેની વચ્ચે સરકારની તરફથી નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મોટી રાહત આપી. તેમણે કહ્યું કે ગરીબ કલ્યાણ યોજનાની અંતર્ગત ગરીબોને 1.70 લાખ કરોડ રૂપિયાની મદદ કરાશે.

તેમણે કોરોના સામે લડાઇમાં મદદ કરી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમના માટે 50 લાખ રૂપિયાના મેડિકલ વીમાની જાહેરાત કરી છે. તેમાં આશા વર્કર, પેરામેડિકલ સ્ટાફ, ટેક્નિકલ સ્ટાફ, ડોક્ટર સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેનાથી 20 લાખ જેટલા કર્મચારીઓને લાભ મળશે. કોરોના કમાન્ડોઝ આ જંગને લડી રહ્યા છે. તેમને 15 લાખનો લાઇફ ઇન્શયોરન્સ અપાશે.

સીતારમણે કરી આ મહત્વની જાહેરાતો
-પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં ભોજન અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર આપવામાં આવશે
-આ પેકેજ 1 લાખ 70 હજાર કરોડનું છે
– પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં 80 કરોડ ગરીબ લોકોને ભોજન આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. કોઇ ગરીબ ભૂખ્યુ ન રહે તેથી દરેક વ્યક્તિને 5 કિલો ઘઉં અથવા ચોખા આગામી ત્રણ મહિના માટે આપવામાં આવશે. તે સિવાય તેમને અગાઉ જે પાંચ કિલોનો જથ્થો મળે છે તે પણ મળશે.
-1 કિલો પસંદગીની દાળ પરિવાર દીઠ આગામી ત્રણ મહિના માટે અપાશે. પણ અપાશે.

આની પહેલાં 24મી માર્ચના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સીતારમણે સામાન્ય લોકો સાથે જોડાયેલી કેટલીક જાહેરાતો કરી હતી. તેના અંતર્ગત આવતા ત્રણ મહિના માટે એટીએમમાંથી કેશ નીકાળવાનું ફ્રી કરી દીધું છે. તેની સાથો સાથ મિનિમમ બેલેન્સની ઝંઝટ ખત્મ કરી દીધી છે.

આ સિવાય સરકારે ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવાની અને જીએસટી રિટર્ન ભરવાની સમય મર્યાદા 30મી જૂન સુધી વધારી દીધી છે. એવી જ રીતે કંપનીઓને લોન શોધન કાર્યવાહીથી બચવા માટે આઇસીબી નિયમોમાં પણ કેટલીક રાહતો આપી છે. તો પાનકાર્ડને આધારની સાથે જોડાવાની છેલ્લી તારીખને 30 જૂન સુધી વધારી દીધી છે. એટલું જ નહીં વાર્ષિક રિટર્ન ભરવાની છેલ્લી તારીખમાં પણ ફેરફાર કરાયો છે.

આ વીડિયો પણ જુઓ : વૈષ્ણોદેવી સર્કલ ખાતે લોકોને કરાઈ રહી છે ફૂડ પેકેટની મદદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન