Corona virus second wave in India, Why Vaccine supply effect on world
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • ભારતમાં કોરોના વાયરસની બીજી ખતરનાક લહેરથી આખી દુનિયા ટેન્શનમાં, કારણ કે….

ભારતમાં કોરોના વાયરસની બીજી ખતરનાક લહેરથી આખી દુનિયા ટેન્શનમાં, કારણ કે….

 | 11:26 am IST
  • Share

માર્ચ મહિનો જ્યારે અડધો પસાર થઇ ગયો હતો ત્યારે દુનિયા એ માનવા લાગી હતી કે તેમણે કોવિડ-19 મહામારી (Covid-19 Pandemic)ને પાર કરી લીધી છે. તમામ સરકારોનું ફોકસ પણ વાયરસના સંક્રમણને રોકવાથી હટીને રસીકરણ (Vaccination) તરફ આગળ વધ્યું હતું. લગભગ દરેક દેશમાં રસી આપવામાં આવી રહી હતી. વેક્સીન માટે બધાની નજર ભારત (India)ની તરફ હતી ખાસ કરીને એ દેશોને જે રસી માટે મોટી રકમ ચૂકવવામાં અસમર્થ હતા. પરંતુ ભારતમાં કોવિડ-19ની બીજી લહેરે બધું જ બદલી નાંખ્યું છે અને આખી દુનિયાની ચિંતા વધારી દીધી છે.

વેક્સીનને લઇ કડક કરાયા નિયમ

ભારતે પોતાના પાડોશી અને મિત્ર દેશોને મદદ તરીકે ઘણા ડોઝ ઉપલબ્ધ કરાવ્યા. પરંતુ હવે વધતા ઇન્ફેકશન રેટે સ્થિતિ બદલી નાંખી છે. સરકાર પર વેક્સીન નિકાસને લઇ દબાણ વધવા લાગ્યું. વિપક્ષે દબાણ બનાવ્યું કે જ્યાં સુધી ભારતના લોકોને રસી ના મળી જાય વેક્સીનના એક્સપોર્ટ પર કેટલાંક પ્રતિબંધો મૂકી દેવામાં આવે. સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધને સંસદમાં નિવેદન આપ્યું કે ભારતીયોની જરૂરિયાને નજરઅંદાજ કરીને વિદેશ મોકલી રહ્યા નથી. પરંતુ થોડાંક દિવસ બાદ જ નિકાસને લઇ નિયમ કડક કરી દેવાયા.

આખી દુનિયાને હવે કેવી રીતે મળશે રસી?

એસ્ટ્રાઝેનેકાની વેક્સીનના તમામ મોટા એક્સપોર્ટસ પર પ્રતિબંધ મૂકી દેવાયો. આ રસી પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (SII)માં બની રહ્યા છે. આ પગલાંની અસર આખી દુનિયામાં જોવા મળી કારણ કે વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)ના COVAX કાર્યક્રમની અંતર્ગત 180થી વધુ દેશોને રસી મળવાની હતી. તેમાંથી મોટાભાગનું સપ્લાય ભારતથી થવાનું હતું.

ગયા સપ્તાહે યુરોપિયન યુનિયને ભારત પાસેથી મંજૂરી માંગી કે તે સીરમ ઇન્સ્ટિયુટથી એક કરોડ ડોઝ ખરીદવાની મંજૂરી આપે જેથી કરીને યુરોપિયન પ્લાન્ટસની તરફથી થઇ રહેલ સપ્લાયમાં ઘટાડો પૂરો કરી શકાય. બ્રિટને પણ સીરમ પાસેથી જેટલા ડોઝનો ઓર્ડર આપ્યો છે તેના માટે દબાણ બનાવી રહ્યું છે.

એક્સપોર્ટ પર પ્રતિબંધ નથી પરંતુ સ્ટ્રીમલાઇન થશે સપ્લાય

સરકારે 45 વર્ષથી વધુ ઉંમરવાળા દરેક વ્યક્તિને રસી આપવા યોગ્ય કરી દીધા છે. ત્યારબાદ ભારતમાં કોવિડ વેક્સીનની માંગ જોર પકડે તેવી પૂરી સંભાવના છે. આથી હાલ વેક્સીનની નિકાસ પર પ્રશ્નચિન્હ મૂકાયું છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે રસીની નિકાસ પર કોઇ પ્રતિબંધ નથી પરંતુ સપ્લાય શિડ્યુલને સમય-સમય પર દુરસ્ત કરવો પડશે જેથી કરીને ભારતમાં ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમ માટે જરૂરી ડોઝ ઉપબલ્ધ રહે.

આ વીડિયો પણ જુઓ : સુરતના અશ્વિની કુમાર સ્મશાનમાં કતાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન