Corona Virus : Spain and Italy Death Toll Tops China's as new cases Rise in a day
  • Home
  • Corona live
  • કોરોના: ઇટલી અને સ્પેનમાં મોતનો આંકડો જાણી કંપારી છૂટી જશે, ચીનને પાછળ છોડી દીધું

કોરોના: ઇટલી અને સ્પેનમાં મોતનો આંકડો જાણી કંપારી છૂટી જશે, ચીનને પાછળ છોડી દીધું

 | 8:47 am IST

કોરોના વાયરસનો ઇટલી અને સ્પેનમાં કહેર વર્તાવાનું ચાલુ છે. એકલા ઇટલીમાં જ 6153 સંક્રમણના નવા કેસ સામે આવ્યા છે. તો વૈશ્વિક સ્તર પર કોરોના 5 લાખના આંકડાને પાર કરી ગયું છે.

વોશિંગ્ટનની જોન હોપકિન્સ યુનિવર્સિટીના મતે ઇટલીમાં 6153 સંક્રમણના નવા કેસ સામે આવ્યા છે. આમ હવે ઇટલીમાં 80539 કેસ સામે આવી ચૂકયા છે. સંક્રમિત લોકોની આ સંખ્યા ચીનના બરાબર થઇ ગઇ છે.

ઇટલીની સિવિલ પ્રોટેકશન એજન્સીના રિપોર્ટના મતે ગુરૂવારના રોજ 662 લોકોના મોત થયા. ઇટલીમાં મૃતકોની સંખ્યા 8000ને પાર થઇ ગઇ છે. અત્યાર સુધીમાં ત્યાં 8215 લોકોના મોત કોરોના વાયરસથી થઇ ચૂકયા છે અને આ વાયરસથી મૃતકોની સંખ્યા સૌથી મોટી છે. અહીં 80589 લોકો કોરોનાથી સંક્રમિત છે.

ઇટલીની જેમ સ્પેનમાં પણ કોરોના વાયરસ પોતાનો કહેર વર્તાવી રહ્યું છે. અહીં કોરોનાથી થનાર મોતની સંખ્યા ચીનમાં થયેલા મોતના આંકડાને પાર કરી ગયું છે.

ગયા વર્ષએ સપ્ટેમ્બરમાં ચીનમાં જ આ મહામારી પેદા થઇ હતી અને પછી આખી દુનિયામાં ફેલાઇ. જૉન હૉપિકન્સ યુનિવર્સિટીના મતે આ ઘાતક વાયરસથી સ્પેનમાં અત્યાર સુધીમાં 4365 લોકોના મોત થઇ ચૂકયા છે. ત્યાં કોરોનાના 57786 કેસ સામે આવ્યા, જેમાં 70015 લોકો સ્વસ્થ થઇ ગયા છે. જ્યારે ચીનમાં મૃતકોનો આંકડો 3291 છે.

આ જ રીતે કોરોનાથી મૃતકોની સંખ્યાના આધાર પર ઇટલી પહેલાં નંબર પર છે ત્યારબાદ સ્પેન અને ચીનનો નંબર છે.

આ વીડિયો પણ જુઓ : રાજકોટમાં મેડિકલ ઓફિસરને મકાન માલિકે ધમકાવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન