Corona Virus Spreading Theory form China : Sources
  • Home
  • Corona live
  • કોરોના વાયરસને લઈ થયો મહત્વનો ખુલાસો, સૌથી પહેલા ક્યાં ફેલાયો હતો તેની ઓળખ થઈ

કોરોના વાયરસને લઈ થયો મહત્વનો ખુલાસો, સૌથી પહેલા ક્યાં ફેલાયો હતો તેની ઓળખ થઈ

 | 6:48 pm IST

દુનિયાભરમાં હાહાકાર મચાવી રહેલા અને 1000થી પણ વધારે લોકોને મોતને ઘાટા ઉતારી ચુકેલા કોરોના વાયરસને લઈને મહત્વનો ખુલાસો થયો છે. કોરોના વાયરસ ચીનમાંથી ઉત્પન્ન થયો છે. પરંતુ તેનો ફેલાવો ચોક્કસ કયા કારણોસર થયો તેને લઈને અનેક અટકળો સેવાઈ રહી હતી. જોકે હવે ખુલાસો થયો છે કે, ચીનમાં આ વાયરસ ચાઈનીઝ સી ફૂડ એટલે કે માછલી સહિતના અન્ય દરિયાઈ જીવોમાં ફેલાયો હતો. ત્યાંથી તે મનુષ્યમાં ફેલાયો.

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને સંસદમાં આ માહિતી આપી છે. ભારતમાં હજી સુધી કોરોના વાયરસના ત્રણ કેસ પ્રકાશમાં આવ્યા છે. આ ત્રણેય રોગીઓ કેરળના છે અને તેમણે થોડા દિવસ પહેલાં જ ચીનના વુહાન શહેરની મુલાકાત લીધી હતી.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કોરોના વાયરસને લઈને સ્પષ્ટતા કરતા સંસદમાં જણાવ્યું હતું કે, ડિસેમ્બરની શરૂઆતમાં આ વાયરસને ચીનના હુબેઇ પ્રાંતના વુહાન શહેરના સીફુડ માર્કેટમાં જોવામાં આવ્યો હતો. આ વાયરસ પહેલાં વુહાન શહેરમાં અને પછી ચીનના અન્ય 30 રાજ્યોમાં ફેલાયો. 9 ફેબ્રુઆરી સુધી ચીનમાં કોરોના વાયરસના 37,198 કેસ સામે આવ્યા છે અને એના કારણે 1000થી પણ વધારે લોકોના મૃત્યુ થયા છે. આ કોરોના વાયરસને કારણે માણસો અને જાનવરોમાં બીમારી ફેલાય છે. પશુઓમાં વિકસેલા આ વાયરસનો ચેપ માણસોમાં પણ લાગે છે.

નોવેલ કોરોના વાયરસના મુખ્ય લક્ષણોમાં તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં મુશ્કેલી જેવી સમસ્યા છે. 10થી 20 ટકા કેસમાં પરિસ્થિતિ એટલી ગંભીર થઈ જાય છે કે વેન્ટિલેશનની મદદ લેવી પડે છે. આ વાયરસનો ચેપ ડ્રોપલેટ્સ અથવા તો હવાના માધ્યમથી ફેલાય છે. ભારત આ વાયરસની દવા પર સફળતા હાંસલ કરવાથી હાથવેંત જ દૂર હોવાનું કહેવાય છે.  

આ વીડિયો પણ જુઓ : દિલ્હીને કેજરીવાલ કેમ પસંદ છે, જાણો આ અહેવાલમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન