કોરોના વાઇરસની વેક્સિન કંઈ જાદુઈ ગોળીની જેમ અસર નહીં કરે : WHO - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • કોરોના વાઇરસની વેક્સિન કંઈ જાદુઈ ગોળીની જેમ અસર નહીં કરે : WHO

કોરોના વાઇરસની વેક્સિન કંઈ જાદુઈ ગોળીની જેમ અસર નહીં કરે : WHO

 | 12:05 am IST

। જિનેવા ।

કોરોના વાઇરસના કેરનો સામનો કરી રહેલા વિશ્વને આગામી કેટલાક મહિનામાં વેક્સિન ઉપલબ્ધિની આશા છે. તે દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠને ચેતવણી આપી છે કે  આ વેક્સિન કોઇ જાદુઇ ગોળી નથી કે પલકારામાં જ કોરોના વાઇરસને ખતમ કરી દે.  વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિદેશન ટેડ્રોસે કહ્યું છે કે,’ આપણે સૌએ હજી લાંબી સફર કાપવાની છે. બધાએ સાથે મળીને કામ કરવું  પડશે.’ અમેરિકાના સંક્રમક રોગોના નિષ્ણાત ડો.એન્થની સ્ટીફન ફોસીના વરિષ્ઠ સલાહકાર ડેવિડ મોરેન્સે કહ્યું કે વેક્સિન તૈયાર કરવાના તમામ પ્રયાસ આંધળા પરીક્ષણ જેવા હોય છે.

વેક્સિનની સફળતા સામે વિજ્ઞાનીઓને શંકા

અમેરિકાના જ્યોર્જ વોશિંગ્ટન વિશ્વ વિદ્યાલયની મિલેકન ઇનસ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થમાં વૈશ્વિક આરોગ્યના સહાયક અધ્યાપક અને વેક્સિનોલોજીસ્ટ ડોન એન્ડ્રસનું પણ કહેવું છે કે કોરોના વાઇરસની પ્રભાવી વેક્સિન વિકસાવવી તે આપણે વિચારીએ છીએ તેટલી સરળ વાત નથી.

ક્લિનિકલ અજમાયશમાં રશિયન વેક્સિન ૧૦૦ ટકા સફળ રહી છે

આ પહેલાં રશિયાએ જણાવ્યું છે કે તેને ત્યાં તૈયાર થયેલી કોરોના વાઇરસ વેક્સિન ક્લિનિકલ ટ્રાયલમાં ૧૦૦ ટકા સફળ રહી છે. રશિયન સંરક્ષણ મંત્રાલય અને ગમલેયા નેશનલ સેન્ટર ફોર રિસર્ચે તે રસી તૈયાર કરી છે. રશિયાએ જણાવ્યું છે કે ક્લિનિકલ ટ્રાયલ વખતે જે લોકો પર આ રસી લગાવવામાં આવી હતી તે તમામાં સાર્સ -કોવ -૨ પ્રતિ રોગપ્રતિકાર ક્ષમતા જોવા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન