Corona Virus will end in India by August, 25 lacs People may be Infected : Report
  • Home
  • Corona live
  • ભારતમાં કોરોના કહેર વરસાવસે, ઓગષ્ટ સુધીમાં તો 25 લાખ લોકોને ભરડામાં લેશે

ભારતમાં કોરોના કહેર વરસાવસે, ઓગષ્ટ સુધીમાં તો 25 લાખ લોકોને ભરડામાં લેશે

 | 8:11 pm IST

કોરોના વાયરસના કારણે દેશભરમાં લૉકડાઉન છે. હૉસ્પિટલોને સજ્જ કરી દેવામાં આવી છે અને લોકોને સરકારની અપીલ છે કે તેઓ ઘરની બહાર ન જાય. ભારતમાં કોરોના વાયરસના ફેલાવા પર એક યુનિવર્સિટીએ રિપોર્ટ આપ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત માટે ખતરો હજુ ટળ્યો નથી. આ વાયરસ ભારતને હજુ ઓછામાં ઓછા ચાર મહિના પરેશાન કરશે. આ રિપોર્ટમાં કોરોનાના માત કરવાની રીત પણ જણાવવામાં આવી છે.

કોરોનાગ્રસ્તનો આંક 700ને પાર પહોંચી ગયો છે જ્યારે મૃતાંક 20 થયો છે. તાજેતરમાં જ ભારતને લઈને દુનિયાની એક મોટી યુનિવર્સિટીએ રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં બતાવાયું છે કે ભારત માથે મોટી ખતરાનો ઘંટ વાગી રહ્યો છે. હાલ આ વાયરસ ભારતમાં ચાર મહિના સુધી મુશ્કેલી પેદા કરી શકે છે.

જોન હોપકિન્સ યુનિવર્સિટી અને ધ સેન્ટર ફોર ડીસિઝ ડાયનેમિક્સ, ઇકોનોમિક્સ એન્ડ પોલિસી (CDDEP) એ આ રિપોર્ટ તૈયાર કર્યો છે. ભારતનો રિપોર્ટ તૈયાર કરવા માટે તમામ આંક ભારતની સત્તાવાર વેબસાઈટોનો ઉપયોગ કર્યો છે.

ભારતમાં ખૂબ જ મોટી તૈયારીઓ

જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના આ રિપોર્ટ મુજબ ભારતમાં કોરોના વાયરસની અસર જુલાઈના અંત સુધી અથવા ઓગસ્ટના મધ્ય સુધીમાં પૂરી થશે. તેમાં પાંચ રાજ્યોનો ગ્રાફ પણ દર્શાવવામાં આવ્યો છે. આખા ભારતમાં સૌથી વધારે એપ્રિલ મધ્યથી લઈને મધ્ય મે સુધીમાં કોરોનાગ્રસ્ત થઈને હોસ્પિટલમાં ભર્તી થશે. જુલાઈ મધ્ય સુધી આ સંખ્યા ધીમે ધીમે ઓછી થશે. ઓગસ્ટના અંત સુધીમાં તે પૂર્ણ થવાની આશા છે.

રિપોર્ટમાં દર્શાવવામાં આવીલા ગ્રાફ મુજબ ઓછામાં ઓછા 25 લાખ લોકો આ વાયરસની ઝપેટમાં આવશે અને તેમણે હોસ્પિટલમાં દાખલ થવું પડશે. અભ્યાસ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે હાલ એ ખબર નથી કે ભારતમાં કેટલા લોકો કોરોનાગ્રસ્ત છે. કારણ કે અનેક લોકો એસિમ્ટોમૈટિક અર્થાત અલક્ષણી છે. તેનો અર્થ એ છે કે કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધારે છે. એમાં કોરોના લક્ષણો પણ હશે પરંતુ નીચા સ્તરે હોવાથી જ્યારે તે તીવ્ર થશે ત્યારે જ ધ્યાનમાં પડશે.

જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે,  વૃદ્ધોએ સોશ્યલ અંતર બાબતે વધારે ધ્યાન આપવું પડશે. જેટલું લોકડાઉન રહેશે તેટલા જ લોકો વધારે બચશે. હાલના સમયમાં ચોક્કસ અંતર જાળવવા સિવાય અન્ય કોઈ ઉપાય નથી.

10 લાખ વેન્ટીલેટરની જરૂર પડશે

સૌથી મોટી સમસ્યા ભારતમાં ઓછામાં ઓછા 10 લાખ વેન્ટીલેટરની જરૂર પડશે પરંતુ ભારતમાં હાલમાં 30થી 50 હજાર વેન્ટીલેટર જ છે. અમેરિકામાં 1.60 લાખ વેન્ટીલેટર છે. પરંતુ તે ઓછા પડી રહ્યા છે. અમેરિકાની વસ્તી પણ ભારતથી ઓછી છે. ભારતની તમામ હોસ્પિટલોએ આગળના ત્રણ મહિના ખૂબ જ મહેનત કરવી પડશે. ભારતને ચીન તેમજ અન્ય દેશોની જેમ હંગામી ધોરણે કામચલાઉ હોસ્પિટલો બનાવવી પડશે. હોસ્પીટલોમાં વાયરસનો ચેપ ના ફેલાય તેનું પણ ધ્યાન રાખવું પડશે.

ભારતમાં કોરોના વાયરસ બાબતે ચાલી રહેલી તપાસ પ્રક્રિયા ખૂબજ ધીમી છે. પરંતુ જેટલી ઝડપી તપાસ પ્રક્રિયા થશે તેટલું ઝડપી અને વધુ પરિણામ મળશે. જો યોગ્ય રીતે તપાસ કરાશે તો એવા વૃદ્ધોને પણ બચાવી શકાશે જે કોરોના વાયરસથી સંક્રમિત છે. ભારતમાં સ્વાસ્થ્ય કર્મીઓની સુરક્ષા માટે પૂરતા માસ્ક, હૈજમટ સૂટ, ફેર ગીયર વગેરે નથી. એનાથી મેડિકલ સ્ટાફ પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. જેના લીધે સ્વાસ્થ્ય સુવિધામાં પણ અવરોધ પેદા થઈ શકે છે.

લોકડાઉન હટશે ત્યારે બધું સામે આવશે

કેટલાક રાજ્યોમાં હાલ કોરોના સંક્રમણ બાબતે ઓછી અસર જણાઈ રહી છે પરંતુ જેવું લોકડાઉન હટશે કે તેના એકાદ બે હપતામાં ચિત્ર સામે આવશે. ચિત્ર સામે આવ્યા બાદ મુશ્કેલી વધી જશે. કેટલાય રાજ્યોમાં હોસ્પિટલો અને આઈસીયુ બેડ પણ ઓછા છે. ઓક્સિજન સિલીંન્ડરની ઘટ પડશે. ભારતમાં ઓક્સીજન માસ્ક અને વેન્ટિલેટર પણ ઓછા છે. તેનાથી ભારે મુશ્કેલી પડી શકે છે.

જોકે સારી વાત એ છે કે, વાતાવરણીય ફેરફાર તાપમાન અને બફારાને પગલે વાયરસ સંક્રમણ તેમજ ફેલાવા પર થોડી અસર ઘટશે. પરંતુ તે પૂરતું નહીં. હોય કારણ કે આ વાયરસ પર તાપમાનની અસર ઓછી થાય છે. રિપોર્ટ મુજબ પાંચ વર્ષથી નાના બાળકોને પણ આ વાયરસથી બચાવવા ખૂબ જ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન