Corona virus will never be eradicated, says Chinese scientists
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ‘કોરોના વાઇરસ ક્યારેય ધરમૂળથી ખતમ નહીં થાય’, ચીનના વૈજ્ઞાનિકોનું કોરોના અંગે ચિંતિત કરતું નિવેદન

‘કોરોના વાઇરસ ક્યારેય ધરમૂળથી ખતમ નહીં થાય’, ચીનના વૈજ્ઞાનિકોનું કોરોના અંગે ચિંતિત કરતું નિવેદન

 | 6:55 am IST
  • Share

ચીનનાં વૈજ્ઞા।નિકોનાં જણાવ્યા અનુસાર કોરોના વાઇરસ ક્યારેય ધરમૂળથી ખતમ થઈ શકશે નહીં. ચીનનાં વૈજ્ઞા।નિકોનાં આ નિવેદનથી વિશ્વભરમાંથી એવી માહિતી મળી રહી છે કે ફ્લૂ ફેલાવતી ઋતુમાં આ વાઇરસ ફરીથી પ્રસરી શકે છે.

ચીનનાં વાયરસ અને મેડિકલ સંશોધકોનાં એક સમૂહનું કહેવું છે કે આ નવો વાઇરસ ૧૭ વર્ષ પહેલા આવેલ સાર્સની જેમ નથી જે ખતમ થઈ જશે. સંશોધનકર્તાઓનું કહેવું છે કે લક્ષણ વગરનાં લોકો કોરોના વાઇરસનાં સંકટને વધારી રહ્યાં છે. એસિમ્પ્ટોમેટિક લોકો વાઇરસને ફેલાતો રોકવામાં અડચણરૂપ બની રહ્યાં છે કેમકે તેમને વાઇરસનાં લક્ષણ ના હોવાને લીધે તેઓ આ વાઇરસને ફેલાવી શકે છે

જોકે સાર્સની બીમારીમાં આવું નહોતું. સાર્સથી સંક્રમિત લોકો ગંભીરરૂપથી બીમારી થતા હતા અને એકવાર ક્વોરન્ટીન થયા બાદ સાર્સ ફેલાતો અટકી જતો હતો. કોરોના વાઇરસની મહામારી પર નિયંત્રણ મેળવ્યા બાદ પણ ચીનમાં દરરોજ એસિમ્પ્ટોમેટિક લોકોનાં કેસ સામે આવી રહ્યાં છે.

ચાઈનિઝ એકેડેમી ઓફ મેડિકલ સાયન્સિસનાં પૈથોજન બાયોલોજીનાં ડિરેક્ટર ડિન ક્યૂઈએ જણાવ્યું કે, આ એક એવી મહામારી બની શકે છે જે માણસની સાથે લાંબા સમય સુધી રહેશે, ઋતુ અને શરીરનાં ફેરબદલની સાથે તે પણ બદલાતો રહેશે. વિશ્વભરનાં અન્ય સંશોધનકર્તાઓ અને સરકાર પણ એ વાત પર સહમત થઈ રહી છે કે લોકડાઉન હોવા છતાં આ વાઇરસ ખતમ થવાની સંભાવના જોવા મળી નથી રહી.

લોકડાઉનને લીધે વિશ્વની અર્થવ્યવસ્થા થંભી ગઈ છે. અમેરિકાનાં નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ અલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝનાં નિર્દેશક એન્થની ફાઉચીએ ગત મહિને કહ્યું હતું કે કોરોના એક ઋતુ આધારીત બીમારી બની શકે છે. તેમણે જણાવ્યું હતું કે દક્ષિણી ગોળાર્ધનાં દેશોમાં કેસ વધી રહ્યાં છે કેમકે ત્યાં ઠંડીની ઋતુ ચાલી રહી છે. જે અંગે અગાઉ એવું કહેવાયું હતું કે ઉત્તરી ગોળાર્ધનાં દેશોમાં તાપમાન વધવાની સાથે વાઇરસનો પ્રસાર ધીમો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન