Corona warns: Immune lifestyle
  • Home
  • Columnist
  • કોરોના ચેતવે : પ્રતિરક્ષાત્મક જીવનશૈલી 

કોરોના ચેતવે : પ્રતિરક્ષાત્મક જીવનશૈલી 

 | 4:02 am IST
  • Share

  • વિસરાતી વ્યવસ્થા : શા માટે હસ્ત ધૂનન કરવું? આપણી જૂની નમસ્તે કરવાની રીત શું ખોટી હતી?

  • અમદાવાદમાં કોરોના પશ્ચિમના સોસાયટીના વિસ્તારમાં વધુ થયો. પરંતુ ઝૂંપડપટ્ટી જ કોરોનામાં સપડાઈ હોય તેવું બન્યું નથી

 પશ્ચિમમાં હાહાકાર મચાવીને આપણા દેશમાં કોવિડ19 અથવા લોકભાષામાંકોરોનાનું ત્રીજું મોજું આવી પહોંચ્યું છે. 12 જાન્યુઆરીએ કેટલા કેસિસ નોંધાયા તે જોઈએ. જગતમાં 27 લાખ, અમેરિકામાં 6.72 લાખ, ભારતમાં 1.94 લાખ, ગુજરાતમાં 9,941, અમદાવાદમાં 3,843, સુરતમાં 2,505, અને વડોદરામાં 882 કેસિસ નોંધાયા છે. સરકાર, તબીબી સંસ્થાઓ અને નિષ્ણાતોની અનેક ચેતવણીઓ છતાં રાજકીય અને ધાર્મિક નેતાઓ મેળાવડાઓમાંથી ઊંચા આવતા નથી. લોકો માસ્ક પહેરતા નથી. અંતર જાળવતા નથી. બજારમાં ગિરદી ઓછી થતી નથી. પતંગની ખરીદી રેકોર્ડ તોડે છે. બહારનો ખોરાક ખાવાનું વલણ વધતું જાય છે. શેરીના નાકે યુવાનો ટોળે મળીને ગપ્પા મારે છે. તૈયાર ખોરાક ખાવાનું વલણ વધતું જાય છે. હસ્ત ધૂનન અટકતું નથી.  

 જીવનશૈલીના દર્દોના અભ્યાસુઓ, જાહેર સ્વાથ્યના નિષ્ણાતો, પ્રિવેન્ટિવ અને સોશિયલ મેડિસિનના નિષ્ણાતો વ. આપણું ધ્યાન અમુક સામાન્ય તરાહો (પેટર્ન) તરફ્ દોરે છે. આમાંની કેટલીક તરાહો જોઈએ.  

1. આ રોગ જીવન શૈલીનો રોગ છે. જેમ વધુ આધુનિક જીવનશૈલી, તેમ કોરોના થવાની શક્યતા વધુ. આ આધુનિકતા એટલે શું? આમ તો પરંપરાથી અલગ એટલે આધુનિકતા. પરંતુ ઉદ્યોગીકરણ પછી આધુનિકરણનો એક ખાસ અર્થ થાય છે. જે શહેરી છે તે આધુનિક છે. જે ખેતી અને ગ્રામીણ નહીં, પરંતુ બિન ખેતી વ્યવસાયો સાથે સંકળાયેલ છે તે આધુનિક છે. જે જે વૈજ્ઞાનિક શિક્ષણ લે છે તે આધુનિક છે. જે પાૃાત્ય જીવન શૈલી જીવે છે તે આધુનિક છે. (તમે પેન્ટ શર્ટ પહેરો તો આધુનિક અને ધોતી કુર્તા પહેરો તો પરંપરાગત.) પ્રાથમિક સંબંધોમાં નહીં પરંતુ જે દ્વિતીય સંબંધોમાં જીવે છે તે આધુનિક છે. જે ધાર્મિક રીતિરિવાજો (ધાર્મિક ઓળખ નહીં)થી દૂર છે તે આધુનિક છે. જે રોજગારી માટે શારીરિક શ્રામ નથી કરતા તે આધુનિક છે. આપણા સંદર્ભમાં જે અંગ્રેજી વધુ બોલે છે તે આધુનિક છે. જે બાહ્ય જગત સાથે સંકળાયેલ છે (વધુ હરે ફ્રે છે) તે આધુનિક છે. હવે જો કોરોના (અને અન્ય  અનેક રોગો) જો આધુનિક જીવનશૈલીના રોગો હોય તો આધુનિક જીવન જીવતા લોકોને આ રોગો થવાની શક્યતા વધુ રહેલી છે.  

2. જેમ વધુ શહેરીકરણ તેમ કોરોનાના કેસિસ વધારે. ગુજરાતના ચાર મહાનગરોની કુલ વસતી ગુજરાતની કુલ વસતીના 20% જેટલી છે, પરંતુ ગુજરાતના કુલ કોરોના કેસિસના 77% કેસિસ આ ચાર મહાનગરોમાં નોંધાયા છે. મારા એક પિતરાઈ સણોસરામાં રહે છે. તેમને મેં ફોન કરીને પૂછયું કેકોરોનાનું કેમ છે?’ તેમણે જવાબ આપ્યો,’અહીં કોરોનને કોણ ઓળખે છે? આખા પંથકમાં એકેય કેસ નથી.’ ભારતમાં દૃષ્ટિપાત કરો તો તમામ મોટા શહેરોમાં કોરોનનું પ્રમાણ વધુ છે. મુંબઈ, દિલ્હી, બેંગ્લુરુ, કોલકાતા, હૈદરાબાદ, પૂણે, અમદાવાદ, સુરત વ. મેટ્રોપોલિટન શહેરોમાં જ આ રોગ વધુ દેખાય છે. આથી તો કોરોના આવતા મજૂરો ગામડા તરફ્ પલાયન થાય છે.

3. જે લોકો શુદ્ધ (આરઓવાળું)પાણી, પેકેટ બંધ ખોરાક, નાની નાની વાતમાં હાથ ધોવા, કપડાં ધોવામાં ડિટર્જન્ટનો ઉપયોગ કરવો વ.) હોવાના આગ્રહો રાખે છે તેમને કોરોના થવાની શક્યતા વધુ રહેલી છે. વાસ્તવમાં તો નાની નાની અશુદ્ધિઓ શરીરમાં આવવી જોઈએ જેથી શરીરના એન્ટિબૉડીઝ તેની સામે લડીને પ્રતિરક્ષા (ઇમ્યુનિટી) ઊભી કરી શકે. જ્હોન વૂડ નામના મારા એક કેનેડિયન મિત્ર 1990માં મારે ઘેર આવ્યા ત્યારે મેં તેને માટલાનું પાણી આપ્યું. તેણે કહ્યું, ‘આ પાણી પીઉં તો બહુ બીમાર થઈ જાઉં. હું તો મારી સાથે મિનરલ વોટર લાવ્યો છું તે જ પીશઆ જ્હોન વૂડને ડાયાબિટીસ, હૃદયરોગ, બીપી વ. અનેક જીવન શૈલીના રોગો હતા. આપણે બધા માટલાનું પાણી પીને જ મોટા થયા છીએ પરંતુ હવે આધુનિક બનતા આરઓનું પાણી પીએ છીએ. .આવી જ રીતે હમણાં એક મોટી ડેરીએ જાહેર ખબર આપી કે ખુલ્લું દૂધ ન ખરીદો, પેકેટમાં બંધ દૂધ ચોખ્ખું હોય છે તે ખરીદો તો માંદા નહીં પડો. હવે આ વાત વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી નથી. પરંતુ સામાન્ય દૂધ વેચનારની વિરુદ્ધ જરૂર જાય છે. વેપારીઓ પોતાના નફા માટે આવી જાહેરખબરો આપે છે અને આધુનિકતાની લાહ્યમાં આપણે તે વાતો માની લઈએ છીએ.

4. શહેરમાં કોરોના વધુ છે, પરંતુ શહેરના ક્યા વિભાગોમાં તે તપાસવું જરૂરી છે. કોરોનની પ્રથમ લહેર આવી ત્યારે મુંબઈના બધા અધિકારીઓ કહેતા હતા કે ધારાવીની ઝૂંપડપટ્ટીમાં કોરોનાનો વિસ્ફેટ થશે, કારણ કે, ત્યાં ગીચતા વધુ છે. પરંતુ ધારાવીમાં કોરોના ન થયો અને મુંબઈના પોશ વિસ્તારમાં વધુ થયો. અમદાવાદમાં કોરોના પશ્ચિમના સોસાયટીના વિસ્તારમાં વધુ થયો. પરંતુ એક પણ ઝૂંપડપટ્ટી જ કોરોનામાં સપડાઈ હોય તેવું બન્યું નથી, કારણ કે, આ ઝૂંપડપટ્ટીવાળાઓને આધુનિક જીવનશૈલી પોસાઈ શકે તેમ નથી. સવાલ એ થાય છે કે શા માટે વાઇરસ પોશ વિસ્તારોમાં વધુ ફેલાયો અને ઝૂંપડપટ્ટીમાં ઓછો ફેલાયો?

5. જે લોકો વધુ પ્રવાસ કરે છે, વધુ લોકોના સંપર્કમાં આવે છે, વધુ પ્રવાસ એટલે હોટેલમાં રહેવું અને સતત બહારનું ખાવાનું ખાવું. તબિયત તથા આરામનું ધ્યાન રાખ્યા વિના સતત કામ કરતા રહેવું. આ જાતના પ્રવાસી લોકોને કોરોના વધુ થાય છે. ગુજરાતમાં કોરોના ક્યાંથી આવ્યો? પરદેશથી જે પ્રવાસીઓ આવ્યા તે લઈ આવ્યા. આથી તો પરદેશના પ્રવાસો પર આવા રોગો દરમિયાન રોક મૂકવામાં આવે છે. લૉકડાઉન અથવા તો કન્ટેનમેન્ટ નો મતલબ જ બહાર ફ્રવાનું રોકવાનો છે.

જે લોકો કુદરતથી દૂર એવું આધુનિક જીવન જીવે છે અને રોજ ધૂળ, સૂર્ય બહારની હવા વગેરેથી દૂર રહે છે તેવાને આવા જીવનશૈલીના દર્દો વધુ થાય છે. તમે છેલ્લે ક્યારે સૂર્યના તાપમાં ર્ફ્યા હતા. તમારી ગાડીમાં એસી છે? તમારા ઘરમાં એસી છે? તમારી ઓફિસમાં એસી છે? યાદ રાખો, આપણી એક કહેવત છે, *બફ્ફ સો નફ્ફ‘ . જરા તાપ લગતા શરીરમાં પરસેવો થાય તો શરીરનું ઝેર બહાર નીકળી જાય. સતત એસીમાં રહો તો શરીરનું ઝેર શરીરમાં જ રહે.  

6. તમારો ખોરાકઆધુનિકછે કે રોજિંદો છે? તમે પિઝા, બર્ગર, સેન્ડવિચ, બ્રેડ વ.. વધુ ખાતા હો તો યાદ રાખો કે આ વસ્તુઓ મેળામાંથી બને છે. મેંદો પચવામાં 48 કલાક લે છે. જ્યારે સારા ઘઉંની રોટલી ત્રણ કલાકમાં પછી જાય છે. મારા એક વૈદ્ય મિત્રે કહ્યું હતું કે મેંદો ખાવો તેના કરતા ફેવિકોલ ખાવો સારો. જો તમે તૈયાર ખોરાક ખાતા હો તો તે પ્રતિરક્ષાનો નાશ કરે છે તે આજની લંકેવું જરૂરી છે. તૈયાર ખોરાકની જાળવણી માટે તેમાં મીઠાનું પ્રમાણ વધુ હોય છે. વધુ મીઠું એ બીપી તથા અન્ય રોગોનું કારણ બની રહે છે. આવું જ ખાંડનું છે.આજથી ચાલીસ વર્ષ પહેલાં ગુજરાતની રસોઈમાં ખાંડ નહોતી નાખતી. બહુ તો દાળમાં થોડી ગોળ નાખતો. પરંતુ હવે તો દરેક વસ્તુમાં ખાંડ અનિવાર્ય બની ગઈ છે. વધુ ખાંડ, વધુ મીઠું અને વધુ મેંદો એ આધુનિક ખોરાકના અનિવાર્ય નિક્ષેપ બની ગયા છે. યાદ રહે, આ ત્રણેય વસ્તુઓ અધિક માત્રામાં નુકસાન કરે છે.

7. છેલ્લે, આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો આૃર્ય પામે છે કે તમામ તબીબી સગવડો ધરાવતા વિકસિત અમેરિકા, યુરોપમાં કોરોનાનો વિસ્ફેટ શી રીતે થયો અને તદ્દન નજીવી તબીબી સગવડો ધરાવતા પછાત આફ્રિકાના દેશો, ભુતાન, અફઘાનિસ્તાન વગેરે દેશોમાં અને ભારતના ગ્રામ્ય પ્રદેશોમાં કોરોના વિસ્ફોટ કેમ ન થયો? ધારાવીમાં કે અન્ય ઝૂંપડપટ્ટીઓેમાં કોરોના વિસ્ફેટ કેમ ન થયો? શા માટે માત્ર પોશ વિસ્તારમાં જ થયો?

 આ બાબતો વિચારતા ફરી પાછી આપણી જૂની જીવનશૈલી તરફ્ પાછા વળવાની વાત આવે. શા માટે જરૂર કરતા વધુ પ્રવાસ કરવા? શા માટે ગરમી, સૂર્ય તાપ, તાજી હવાથી દૂર રહેવું? શા માટે માટલાનું પાણી ન પીવું? શા માટે હસ્ત ધૂનન કરવું? આપણી જૂની નમસ્તે કરવાની રીત શું ખોટી હતી? શા માટે શેરી નાકે ટોળે વળવું? ઘેર રહી પોતાનું કામ કેમ ન કરવું

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો