Corona's condition worsened in the Gujarat uncontrollable in Surat and even in Ahmedabad
  • Home
  • Bhavnagar
  • રાજ્યમાં કોરોનાની સ્થિતિ વધુ વણસી, સુરતમાં બેકાબૂ તો અમદાવાદમાં પણ કેસ વધ્યા

રાજ્યમાં કોરોનાની સ્થિતિ વધુ વણસી, સુરતમાં બેકાબૂ તો અમદાવાદમાં પણ કેસ વધ્યા

 | 6:55 pm IST

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. રાજ્યમાં ગત કેટલાક દિવસથી કોરોનાનાં કેસ 1000થી વધુ આવી રહ્યા છે ત્યાં જ આજે પણ રાજ્યમાં કોરાનાનાં 1136 કેસ નોંધાયા છે. આવનારા સમયમાં નાગરીકો દ્વારા સોશ્યલ ડિસ્ટર્ન્સ અને માસ્કના નિયમોનો ચૂસ્ત અમલ ન થાય તો આ મહમારીને વધુ ભયાવહ સ્થિતિ તરફ જતા કોઈ જ રોકી નહી શકે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1136 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-19ના કૂલ કેસોની સંખ્યા વધીને 62,574એ પહોંચી છે. વિતેલા 24 કલાકમાં સુરતમાં સૌથી વધુ 262થી વધુ કેસ મળ્યા છે. જ્યારે રાજ્ય વધુ 24 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 2465એ પહોંચ્યો છે. જ્યારે 875 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને માત આપી છે.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોપોરેશન 214, અમદાવાદ કોપોરેશન 138, વડોદરા કોર્પોરેશન 76, રાજકોટ કોપોરેશન 55, સુરત 48, મહેસાણા 46, જામનગર કોપોરેશન 40, ગીર સોમનાથ 39, જુનાગઢ કોપોરેશન 32, રાજકોટ 32, દાહોદ 30, સુરેન્દ્રનગર 29, ભાવનગર 28, ગાંધીનગર 20, ખેડા 20, કચ્છ 20, નર્મદા 19, વડોદરા 19, બનાસકાંઠા 17, વલસાડ 17, ભરૂચ 16, ભાવનગર કોપોરેશન 16, મોરબી 16, પાટણ 14, બોટાદ 13, આણંદ 12, સાબરકાંઠા 12, અમરેલી 11, મહીસાગર 11, નવસારી 11, જુનાગઢ 10, પોરબંદર 10, ગાંધીનગર કોપોરેશન 9, પંચમહાલ 9, અમદાવાદ 8, છોટા ઉદેપુર 7, દેવભૂસ્મ દ્વારકા 4, અરવલ્લી 3, ડાંગ 2, જામનગર 2, અન્ય રાજ્ય 3 કેસો મળ્યા છે.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં સુરતમાં કોર્પોરેશનમાં સૌથી વધુ 8 દર્દીઓના મત્યુ થયાની પૃષ્ટી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ કોપોરેશન 4, સુરત 4, મહેસાણા 2, વડોદરા કોપોરેશન 2, જુનાગઢ કોપોરેશન 1, નવસારી 1, પાટણ 1, પોરબંદર 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 24 લોકોના મોત નિપજ્યા છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 45,782 નાગરીકો સાજા થઈ ગયા છે. 2465ના અવસાન થયા છે. જ્યારે આજે શનિરે સાંજની છેલ્લી સ્થિતિ મુજબ 14,327 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 78 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,249 સ્ટેબલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન