Corona's Effect the business of making Ravana Dahan on the occasion
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • દશેરા નિમિતે રાવણ દહન બનાવવાના વ્યવસાયને કોરોનાનું ગ્રહણ

દશેરા નિમિતે રાવણ દહન બનાવવાના વ્યવસાયને કોરોનાનું ગ્રહણ

 | 10:41 am IST
  • Share

  • કોરોનાકાળમાં અનેક વેપાર ઉદ્યોગો ઠપ્પ
  • દશેરા નિમિતે રાવણ દહન માટે રાવણ બનાવવાના વ્યવસાયને પણ કોરોનાનું ગ્રહણ
  • વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો તેમજ કારીગરોની મુશ્કેલીમાં વધારો

 

કોરોનાકાળમાં અનેક વેપાર ઉદ્યોગો ઠપ્પ થઈ ચૂક્યા છે ત્યારે દશેરા નિમિતે રાવણ દહન માટે રાવણ બનાવવાના વ્યવસાયને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે જેને કારણે આ વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો તેમજ કારીગરોની મુશ્કેલીમાં વધારો થયો છે.

ગુજરાત રાજ્યમાં દશેરા પર્વની ઉજવણીનું અનેરું મહત્ત્વ હોય છે જેમાં રાવણ દહન કરીને શહેરીજનો દશેરા પર્વની ઉજવણી કરતા હોય છે.રાવણ બનાવવાના કુશળ કારીગરો ગુજરાતમાં નથી જેને કારણે રાવણ બનાવવા માટે વર્ષોથી કારીગરો આગ્રાથી અમદાવાદ આવીને રાવણ બનાવતા હોય છે દરવર્ષે ગુજરાત ભરમાંથી નાની-મોટી સાઈઝના 90થી 100 જેટલા રાવણ બનાવવાનો ઓર્ડર કોન્ટ્રાક્ટરને મળતો હોય છે

પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારી અને પોલીસ પરવાનગી ન મળી હોવાના કારણે ગુજરાતભરમાં રાવણ બનાવવાના ઓર્ડરના પ્રમાણમાં મોટો ઘટાડો થયો છે અત્યાર સુધીમાં ગુજરાતભરમાંથી ફક્ત 25 જ રાવણ બનાવવાના ઓર્ડર મળ્યા છે જેને કારણે કોન્ટ્રાક્ટર અને કારીગરોમાં નિરાશા વ્યાપી ગઇ છે.

કોરોનાને કારણે રાવણ બનાવવા માટે વપરાતા રો મટીરીયલના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે જેને કારણે 1 રાવણ બનાવવા માટેની કિંમતમાં 30-40% નો વધારો નોંધાયો છે જો કે વધારે કિંમત સાંભળીને ગ્રાહકો પણ રાવણ બનાવવા માટે તૈયાર થતા નથી જેને કારણે કોન્ટ્રાક્ટરને નુકસાની સહન કરીને પણ રાવણ બનાવવાનો વારો આવ્યો છે.
અમદાવાદ શહેરમાં દશેરા પર્વની ઉજવણી થશે કે કેમ તે અંગે હજુ તંત્ર તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી જેને કારણે અમદાવાદ શહેરમાંથી રાવણ બનાવવાના ઓર્ડર ખૂબ ઓછા આવ્યા છે. અમદાવાદ શહેરની સરખામણીએ સુરત, વડોદરા અને સૌરાષ્ટ્રમાંથી રાવણ બનાવવા માટેના સૌથી વધુ ઓર્ડર કોન્ટ્રાક્ટરને મળ્યા છે.જો તંત્ર તરફથી દશેરાના પર્વની ઉજવણી માટેની કોઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવે તો રાવણ બનાવવાના ઓર્ડરમાં પણ વધારો થઈ શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો