Corona's new deadly Omicron enters Ahmedabad!
  • Home
  • Ahmedabad
  • કોરોનાના નવા ઘાતકરૂપ ઓમિક્રોનની અમદાવાદમાં એન્ટ્રી?

કોરોનાના નવા ઘાતકરૂપ ઓમિક્રોનની અમદાવાદમાં એન્ટ્રી?

 | 5:33 pm IST
  • Share

  • અમદાવાદમાં ઓમિક્રોન વેરિએન્ટની એન્ટ્રી!
  • અમદાવાદના રાણીપમાં શંકાસ્પદ કેસ નોંધાયો
  • કોરોના સંક્રમિત વ્યક્તિ સિવિલ હોસ્પિટલમાં દાખલ


આખા વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા અને ભારતમાં પણ પ્રવેશી ચૂકેલા કોરોનાના નવા ઘાતકરૂપ ઓમિક્રોનનો એક શંકાસ્પદ કેસ અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક વ્યક્તિ શંકાસ્પદ રીતે એમિક્રોનથી સંક્રમિત હોવાની માહિતી સામે આવી રહી છે. આ દર્દીને હાલ અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કોરોનાગ્રસ્ત આ દર્દીના નમૂના લઇ પુણે ખાતેની લેબમાં મોકલવાના તજવીજ હાથ ધરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ટ  રાકેશ જોશી પાસેથી મળતી જાણકારી અનુસાર, રાણીપથી દાખલ થયેલ વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત નથી. ત્યાં જ એમીક્રોનને લઈને સિવિલ તંત્ર એલર્ટ મોડ પર છે. સિવિલમાં 1200 બેડ કોવિડ હોસ્પિટલ રિઝર્વ કરી દેવાયા છે. 350 વેન્ટિલેટર બેડ, 850 ઓક્સિજન બેડ તૈયાર કરાયા છે. જરૂર પડે તો સિવિલ મેડિસિટીમાં 3000 બેડની ક્ષમતા કરવામાં આવશે. કોરોનાની પેહલી અને બીજી વેવમાં જે સમસ્યા થઈ હતી તે હવે નહીં થાય. આ માટે 20 હજાર લીટરની 2 ઓક્સિજન ટેન્ક પણ તૈયાર છે. દવાનો પૂરતો જથ્થો સલામત રાખવામાં આવ્યો છે. 

કોરોનાના નવા રૂપે વિશ્વ આખામાં દહેશત ફેલાવી છે, ભારતમાં કોરોનાના આ નવા રૂપની એન્ટ્રી ન થાય તેના માટે તકેદારી રખાઈ રહી હોવાના દાવા સતત પોકળ સાબિત થઇ રહ્યા છે. ત્યાં જ અમદાવાદના રાણીપ વિસ્તારમાં પણ શંકાસ્પદ રીતે એમિક્રોનથી સંક્રમિત વ્યક્તિની જાણકારી મળતા જ ફરીથી લોકો ભયભીત થયા છે. ત્યાં જ તંત્ર દ્વારા પણ તકેદારી ભાગ સ્વરૂપે આ વ્યક્તિના સંપર્કમાં આવેલા તમામ લોકોની યાદી બનાવવાનું કામ શરૂ કરી દેવાયું છે.

જણાવી દઇએ કે, દેશમાં કર્ણાટકમાં આ ઘાતક વાયરસના બે કેસ નોંધાઈ ચુક્યા છે. જામનગર શહેરના મોરકંડા રોડ પર રહેતા અને ચાર દિવસ પહેલા ઝિમ્બાબ્વેથી પરત આવેલા એક વ્યક્તિને સરકારી જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને આ વ્યક્તિ કોરોનાગ્રસ્ત હોવાનું જાહેર થયું હતું. કોવીડ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ આ કોરોનાગ્રસ્ત વ્યક્તિના લક્ષણો મેળવ્યા બાદ આ વ્યક્તિને કોરોનાનું ઓમીક્રોન વેરિયન્ટ હોવાની શંકા જતા તાત્કાલિક અસરથી આ વ્યક્તિને રિલાયન્સના સહયોગથી બનેલી કોવિડ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં કોરોન્ટાઇન રાખવામાં આવ્યો છે. હાલ તકેદારીના ભાગ રૂપે સંપર્કમાં રહેલા અન્ય 10 વ્યક્તિને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે અને પોઝિટિવ આધેડને તકેદારીરૂપે જી.જી.કોવિડ હોસ્પિટલમાં આઇસોલેટ કરાયા છે જ્યાં તેઓની તબિયત સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો