Corona's this strain infects Youth, children and women more says study
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • પહેલા કરતા પણ વધારે ખતરનાક છે કોરોનાની આ લહેર, બાળકો-યુવાનો અને મહિલાઓ થઈ રહ્યા છે શિકાર

પહેલા કરતા પણ વધારે ખતરનાક છે કોરોનાની આ લહેર, બાળકો-યુવાનો અને મહિલાઓ થઈ રહ્યા છે શિકાર

 | 4:51 pm IST
  • Share

કોરોના વાયરસની લહેર આ વખતે પહેલાથી પણ વધારે ખતરનાક છે. આનો પુરાવો દરરોજ આવી રહેલા આંકડાઓ આપી રહ્યા છે, પરંતુ ડૉક્ટર્સે આની પાછળ અનેક બીજા કારણો પણ ગણાવ્યા છે. દિલ્હીની લોકનાયક હૉસ્પિટલના એમડી. ડૉ. સુરેશ કુમારનું કહેવું છે કે, આ વખતે બીમાર થનારાઓમાં સૌથી વધારે યુવાઓ, બાળકો અને ગર્ભવતી મહિલાઓની સંખ્યા છે. ડૉ. સુરેશ કુમારે જણાવ્યું કે, નવી લહેર પહેલાથી વધારે ઝડપથી ફેલાઈ રહી છે. ગત અઠવાડિયે 20 દર્દીઓ હૉસ્પિટલમાં ભરતી થયા હતા, હવે આ સંખ્યા 170 સુધી પહોંચી ગઈ છે.

પહેલા કોરોનાની ઝપટમાં મોટાભાગે વૃદ્ધો આવતા હતા

દિલ્હીમાં બેડ્સની માંગ વધવા લાગી છે. ડૉક્ટર સુરેશે કહ્યું કે, પહેલા જે લોકો કોરોનાની ઝપટમાં આવી રહ્યા હતા, તેમાં મોટાભાગના વૃદ્ધો હતા, પરંતુ આ વખતે યુવા, બાળકો, ગર્ભવતી મહિલાઓ છે, જે ચિંતાનો વિષય છે. અમે હૉસ્પિટલમાં કોરોનાની આ લહેરને પહોંચી વળવાની અનેક વ્યવસ્થા કરી છે. લોકનાયક હૉસ્પિટલ ઓપીડી સુવિધાઓને બંધ કરવાને લઈને ડૉ. સુરેશે કહ્યું કે, અત્યાર સુધી તેમનો આવો કોઈ પ્લાન નથી.

બીજી લહેરના 80 ટકાથી વધારે કેસ લક્ષણો વગરના 

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં બીજી લહેરના 80 ટકાથી વધારે કેસ લક્ષણો વગરના છે. હાર્ટ કેયર ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયા અને કંફડરેશન ઑફ મેડિકલ એસોસિએશન ઑફ એશિયાના પ્રેસિડન્ટ ડૉ. કે.કે. અગ્રવાલના જણાવ્યા પ્રમાણે મહિલાઓ અને બાળકોમાં કોરોનાના લક્ષણો ઓછા આવે છે, પરંતુ તેમણે સાવધાન રહેવાની જરૂર છે. ડૉ. કે.કે. અગ્રવાલે જણાવ્યું કે, જો કોઈ વ્યક્તિને કોરોનાના લક્ષણ આવે છે, તો તેનો મતલબ છે કે કોરોના શરીર પર હિટ કરી રહ્યો છે. તેનો ઉકેલ એ છે કે જો તમે ખુદને આઇસોલેટ કરી લો.

દરરોજ 3 હજારથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ગત કેટલાક સમયમાં અચાનક કોરોનાના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના કુલ 5100 કેસ નોંધાયા હતા, જે નવેમ્બર 2020 બાદ સૌથી વધારે આંકડો છે. આ જ કારણ છે કે દિલ્હીમાં હવે નાઇટ કરફ્યૂ પણ લગાવી દેવામાં આવ્યું છે. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજ 3 હજારથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. આ આંકડો 3 હજાર – 4 હજારની વચ્ચે રહ્યો છે.

આ વિડીયો પણ જુઓ: પાટણમાં વધતા કોરોના સંક્રમણને લઈ મહત્વનો નિર્ણય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન