Coronavirus 70000 New cases last 24 hr in US
  • Home
  • Corona
  • અમેરિકામાં કોરોનાનું ભયંકર રૂપ, છેલ્લાં 24 કલાકમાં રેકર્ડબ્રેક કેસનો આંકડો નોંધાતા ફફડાટ

અમેરિકામાં કોરોનાનું ભયંકર રૂપ, છેલ્લાં 24 કલાકમાં રેકર્ડબ્રેક કેસનો આંકડો નોંધાતા ફફડાટ

 | 9:39 am IST

દુનિયાના દેશોમાં કોરોના વાયરસના સંકટથી સૌથી વધુ પીડિત અમેરિકા છે. અમેરિકામાં છેલ્લાં 24 કલાકમાં 70000થી વધુ કોરાનાના કેસ મળ્યા છે. જે કોઇપણ દેશમાં મહામારી શરૂ થયા બાદનો સૌથી મોટો ઉછાળો આવ્યો છે. જ્હોન હોપકિંસ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે અમેરિકામાં અત્યાર સુધી 31,83,856 લોકો કોરોનાથી સંક્રમિત છે.

જ્હોન હોપકિંસ યુનિવર્સિટીના આંકડા બતાવે છે કે દુનિયાભરમાં અત્યાર સુધીમાં જીવલેણ કોરોના વાયરસથી 1,24,61,962 લોકો સંક્રમિત થયા છે. આ ખતરનાક વાયરસની ઝપટમાં આવવાથી આખી દુનિયામાં 559481 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. જો કે સારી વાત એ છે કે આ બીમારીથી સારવાર બાદ 68,35,987 દર્દી સાજા થઇ ગયા છે.

બ્રિટનમાં સેલ્ફ આઇસોલેશનમાંથી રાહત

બ્રિટનમાં ડઝનબંધ દેશોમાંથી આવતા પેસેન્જર્સને હવે બે સપ્તાહ સુધી સેલ્ફ આઇસોલેટની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે નહીં. પેસેન્જર્સને આ રાહત શુક્રવારથી આપી દેવામાં આવી છે. બીબીસીના રિપોર્ટ પ્રમાણે 75 દેશો અને બ્રિટિશ વિદેશી ક્ષેત્રોમાંથી આવતા લોકો માટે આ નિયમોમાં ઢીલ આપવામાં આવી રહી છે. શુક્રવાર સવારથી ફ્રાન્સ, ઇટલી, બેલ્જિયમ, જર્મની અને અન્ય ડઝનબંધ દેશોમાંથી બ્રિટન પહોંચનાર લોકોને હવે 14 દિવસ સુધી આઇસોલેશનમાં રહેવું પડશે નહીં.

વુહાન પહોંચી WHOની ટીમ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના બે નિષ્ણાત કોરોનાની વૈશ્વિક મહામારીની ઉત્પત્તિની ભાળ મેળવવા માટે એક મોટા અભિયાનની અંતર્ગત જમીની કામ પૂરું કરવા માટે આવતા બે દિવસ ચીનની રાજધાની બેઇજીંગમાં પસાર કરશે. સંયુકત રાષ્ટ્રે કહ્યું કે એક પશુ સ્વાસ્થ્ય નિષ્ણાત અને એક મહામારી વિજ્ઞાની પોતાના પ્રવાસ દરમ્યાન ભવિષ્યના અભિયાન માટે કામ કરશે જેનો હેતુ એ ભાળ મેળવવાનો છે કે આ વાયરસ પશુઓમાંથી મનુષ્યો સુધી કેવી રીતે ફેલાયો.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ વાયરસ ચામાચીડિયામાંથી પેદા થયો અને પછી કસ્તૂરી બિલાવ એટલે કે પેંગોલિન જેવા અન્ય સ્તનધારી પ્રાણીઓમાં ફેલાયો અને ત્યારબાદ ગયા વર્ષના અંતમાં ચીની શહેર વુહાનના ખાદ્ય બજારમાં લોકો સુધી ફેલાયો. જો કે ભવિષ્યમાં મહામારીને ફેલાતી રોકવા માટે ચીને વન્યજીવોના વેપાર પર કાર્યવાહી કરી અને કેટલાંક પશુ બજાર બંધ કરી દીધા.

આ વીડિયો પણ જુઓ : 5 મિનિટ 10 વાયરલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન