corona virus can spread through relationship know what expert says
  • Home
  • Corona live
  • લોકડાઉન વચ્ચે સેક્સ કરવાનું ભારે મન થાય તો શું કોરોના થઈ શકે? શું કહે છે એક્સપર્ટ જાણીલો

લોકડાઉન વચ્ચે સેક્સ કરવાનું ભારે મન થાય તો શું કોરોના થઈ શકે? શું કહે છે એક્સપર્ટ જાણીલો

 | 1:15 pm IST

દુનિયાભરમાં કોરોના વાયરસે હાહાકાર કર્યો છે. કોરોનાના કેસ રોજ નવા સામે આવી રહ્યા છે. કોરોના વાયરસ ખુબજ ઝડપથી લોકોને શિકાર બનાવી રહ્યુ છે. કોરોના વાયરસથી બચવા શું કરવુ શુ નહીં તેની સલાહ આપવામાં આવી રહી છે. જેમાં એક મુખ્ય વાત કહેવામાં આવી રહી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો. હવે લોકડાઉન ચાલી રહ્યુ છે તો લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યા છે કે ક્યાંક સેક્સ કરીશુ અને આ વાયરસનો હુમલો તો નહી થાય ને?

WHOએ જણાવ્યું છે કે કોરોના વાયરસ સેક્સ કરવાથી નથી ફેલાતો આથી આ વાતનો ડર છોડી દો. લંડનમાં ડૉક્ટર એક્સપર્ટ જ્યોર્જનું કહેવુ છે કે જો તમે પહેલેથીજ કોઈ સાથે રિલેશનમાં છો અને તે તમારી સાથે જ રહે છે તો તેની સાથે સેક્સ કરવાથી કોઈ નુકસાન નથી થવાનુ.

મતલબ કે તમારા પાર્ટનરને કોઈ લક્ષણો ન હોય તો તમે તેની સાથે સેક્સ કરી શકો છો. સેક્સ કરવાથી કોરોના થાય તેવો એક પણ કિસ્સો હજુ સુધી સામે આવ્યો નથી. જો તમને કોરોનાના એક પણ લક્ષણ દેખાય તો તમારે તાત્કાલીક આઇસોલેશનમાં જતુ રહેવુ જોઇએ.

Women should not make this mistake during relationship, know why

જો તમે એક સાથે રહેતા હો આમ છતા જો કોઈ લક્ષણ દેખાય તો એકથી બે મીટરનું અંતર જાળવો કેમકે આ વાયરસ ચેપી છે અને માત્ર હાથ મિલાવવાથી કે પાસે જવાથી પણ ચેપ લાગે છે. જો તમે પાર્ટનર સાથે અંતર નહી જાળવો તો તમારા પાર્ટનરને જરૂરથી કોરોના થઈ જશે.

આ સમય એવો છે કે નવા લોકો સાથે શારીરિક સંબંધ ન બાંધશો નહી તો મુશ્કેલીમાં મુકાશો. કેટલાક લોકોમાં કોરોનાના લક્ષણો બહાર નથી દેખાતા પણ તે કોરોનાનો ચેપી હોય છે. આથી સાવધાની જાળવો. સેક્સ કર્યા પછી સ્વચ્છતાનું પુરતુ ધ્યાન રાખો કપડા અને બેડશીટને તાત્કાલીક બદલી નાખો. આ સમયે બને તેટલું ઓરલ સેક્સ કરવાનું ટાળો. હાલ આ સમય થોડો સંભાળીને રહેવા જેવો હોવાથી થોડી કાળજી રાખો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન