Coronavirus cases are continuously increased in India, now on 3 position
  • Home
  • Corona
  • ભારતમાં કોરોનાનો પ્રચંડ પ્રકોપ, રશિયાને પછાડી હવે દુનિયામાં ત્રીજા ક્રમાંકે પહોંચ્યો દેશ

ભારતમાં કોરોનાનો પ્રચંડ પ્રકોપ, રશિયાને પછાડી હવે દુનિયામાં ત્રીજા ક્રમાંકે પહોંચ્યો દેશ

 | 9:52 am IST

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે અને દુનિયાભરમાં સૌથી વધુ સંક્રમિત કેસોને મામલે ભારત હવે ત્રીજા નંબરે પહોંચી ગયું છે. રશિયાને પછાડી દેશ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ત્રીજા સ્થાને પહોંચ્યો છે. હવે અમેરિકા અને બ્રાઝિલ જ ભારતથી આ મામલે આગળ છે. જ્યારે પાડોશી દેશ પાકિસ્તાન 12માં ક્રમાંકે છે.

વર્લ્ડોમીટર અનુસાર ભારતમાં આ સમયે 6,87,760 કોરોના દર્દી છે. જ્યારે રશિયામાં અત્યાર સુધી 6,81,251 સંક્રમિત કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 13 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ દરમિયાન કુલ 13,856 કેસ દાખલ થયા છે. રશિયામાં 6,81,251 કેસ છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 6,736 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ભારતથી આગળ હવે માત્ર યુએસ અને બ્રાઝિલ છે. જો કે, આ બંને દેશમાં કોરોના ચેપના કેસ ભારતમાં કુલ સંક્રમણની સરખામણીએ બે ગણા વાધારે છે.

કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકા છે. જ્યાં હવે 29 લાખથી વધુ એટલે કે 29,53,014 કેસ સામે આવી ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 17,244 નવા કેસ સામે આવ્યા છે. અમેરિકામાં અત્યાર સુધી 1,32,382 લોકો મૃત્યુ પામ્યા છે. યુએસ પછી બ્રાઝિલનો નંબર છે અને ત્યાં 15,78,376 કોરોના કેસ છે. જ્યારે આમાંથી 64,365 લોકો મૃત્યુ પામ્યા છે. ત્રીજા ક્રમાંકે ભારતમાં કુલ 6,87,760 કેસ છે જેમાં 19,568 લોકોએ જીવ ગુમાવ્યો છે.

આ વીડિયો પણ જુઓ: રાજકોટ વહેલી સવારથી વરસાદી માહોલ 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન