Coronavirus cases in children are rising at America
  • Home
  • Featured
  • બાળકો માટે કોરોનાનું એપી સેન્ટર બન્યું અમેરિકા, 7 દિવસનો આંકડો ચોંકાવનારો

બાળકો માટે કોરોનાનું એપી સેન્ટર બન્યું અમેરિકા, 7 દિવસનો આંકડો ચોંકાવનારો

 | 10:11 am IST
  • Share

  •  યુરોપમાં કોરોના મહામારી ફરી એકવખત ઝડપથી પગપેસારો કરી રહ્યું છે

  •  11 થી 18 નવેમ્બરની વચ્ચે 1 લાખ 41 હજાર 905 બાળકોમાં કોરોનાના સંક્રમણની પુષ્ટિ

  • બાળકોમાં સંક્રમણની ગતિમાં ગયા સપ્તાહની તુલનામાં 32 ટકાનો વધારો થયો

     

યુરોપમાં કોરોના મહામારી ફરી એકવખત ઝડપથી પગપેસારો કરી રહ્યું છે. કોરોનાથી ખરાબ રીતે પ્રભાવિત થયેલા અમેરિકામાં હવે બાળકો આ વાયરસનો શિકાર બની રહ્યા છે. અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સના રિપોર્ટના મતે ગયા સપ્તાહે 11 થી 18 નવેમ્બરની વચ્ચે 1 લાખ 41 હજાર 905 બાળકોમાં કોરોનાના સંક્રમણની પુષ્ટિ થઇ છે. રિપોર્ટના મતે બાળકોમાં સંક્રમણની ગતિમાં ગયા સપ્તાહની તુલનામાં 32 ટકાનો વધારો થયો. આંકડા બતાવે છે કે અમેરિકામાં ગયા સપ્તાહે મળેલા સંક્રમણના એક તૃત્યાંશ કેસ બાળકો સાથે જોડાયેલા છે. અમેરિકામાં બાળકોની વસતી 22 ટકા છે. કોરોના મહામારીની ઝપટમાં 3 ટકાથી ઓછા બાળકો આવ્યા છે તેમના મતે 68 લાખથી વધુ બાળકો સંક્રમણની ઝપટમાં આવી ગયા છે.

બાળકોમાં મોતનું જોખમ ઓછું

ન્યૂઝ એજન્સી એએપીના રિપોર્ટના મતે કોરોના સંક્રમણના લીધે બાળકોમાં મોતનો દર ખૂબ જ ઓછો છે. કોરોનાથી છ અમેરિકન રાજ્યોમાં એક પણ બાળકનું મોત થયું નથી. બાળકોમાં સંક્રમણના સામાન્ય લક્ષણ દેખાઇ રહ્યા છે. નજીવા બીમાર થઇ રહ્યા છે. આવું એટલા માટે કારણ કે બાળકોને સમય-સમય પર ઇન્ફ્લુએન્ઝા, મેનિનઝાઇટિસ, ચિકનપોક્સ અને હેપેટાઇસની રસી લગાવી રહ્યા છે જે તેમના ઇમ્યુનને મજબૂત બનાવે છે.

ઑક્ટોબરમાં 172 બાળકોના મોત

સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના મતે ઑક્ટોબરમાં 5 થી 11 વર્ષના 8300 બાળક સંક્રમણ થયા બાદ હોસ્પિટલમાં દાખલ થયા. તેમાંથી 172ના મોત થયા. સીડીસીએ કહ્યું કે મહામારી ઝડપથી ફેલાતા 2300 સ્કૂલોને બંધ કરી દેવાઇ. આથી 12 લાખ બાળકોના અભ્યાસ પર અસર થઇ છે. હવે સ્કૂલ ખોલવાની સાથે જ સંક્રમણ બેકાબૂ થવા લાગ્યું છે, જે આવનારા સમય માટે ચેતવણીરૂપ છે.

દરેક ઉંમરના બાળકોમાં વધી રહ્યું છે સંક્રમણ

અમેરિકાના નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એલર્જી એન્ડ ઇંફેક્સિયશ ડિસીઝના ડાયરેકટર ડૉ.એન્થની ફૌસી માન્યું કે તાજેતરના દિવસોમાં સંક્રમણનો દર દરેક ઉંમરના બાળકોમાં વધી રહ્યો છે, જે ચિંતાજનક સ્થિતિ છે. ડૉ.એન્થની ફૌસીનું કહેવું છે કે આપણી આસપાસ કેટલાંય પ્રકારના વાયરસ ફરી રહ્યા છે. બાળકોને લઇ સૌથી વધુ સાવધાની રાખવી પડશે, નહીં તો સ્થિતિ એક વખત ફરીથી બગડી શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો