Coronavirus cases increased in last 24 hours, vaccine in process
  • Home
  • Corona
  • 24 કલાકમાં કોરોનાના વિક્રમજનક 24,850 કેસ, 613નાં મોત, વેક્સિનને લઈ કેન્દ્રે કહી આ વાત

24 કલાકમાં કોરોનાના વિક્રમજનક 24,850 કેસ, 613નાં મોત, વેક્સિનને લઈ કેન્દ્રે કહી આ વાત

 | 7:00 am IST

ભારતમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન માઝા મૂકી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર રવિવારે સવારે ૮ કલાકે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં અત્યાર સુધીના વિક્રમજનક ૨૪,૮૫૦ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતાં કુલ સંક્રમિતોનો આંકડો ૬,૭૩,૧૬૫ ઉપર પહોંચી ગયો હતો.

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ ૬૧૩ દર્દીના કોરોના સંક્રમણના કારણે ભારત કોરોના સંક્રમણના મુદ્દે રશિયાને પછાડી શકે છે. જેના પગલે કોવિડ-૧૯ મહામારીનો કુલ મોતનો આંકડો ૧૯,૨૬૮ થયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪,૮૫૬ દર્દીઓ સફળ સારવાર બાદ ડિસ્ચાર્જ કરાતાં દેશમાં કોરોના સામેની લડાઇમાં વિજેતા થનારા દર્દીઓની સંખ્યા ૪ લાખને વટાવી ૪,૦૯,૦૮૨ થઇ હતી. જોકે શનિવારના ૬૦.૮૦ ટકાની સરખામણીમાં રવિવારે કોરોના દર્દીઓનો રિકવરી રેટ થોડો ઘટીને ૬૦.૭૬ ટકા નોંધાયો હતો.

રવિવારે સતત ત્રીજા દિવસે દેશમાં ૨૪ કલાકમાં ૨૦,૦૦૦ કરતાં વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. ભારતમાં રવિવારે સવારે ૮ કલાકે કુલ એક્ટિવ કેસની સંખ્યા ૨,૪૪,૮૧૪ રહી હતી. છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા ૬૧૩ મોતમાં સૌથી વધુ ૨૯૫ મોત મહારાષ્ટ્રમાં થયાં હતાં. તામિલનાડુમાં ૬૫, કર્ણાટકમાં ૪૨, ઉત્તરપ્રદેશમાં ૨૪, ગુજરાતમાં ૨૧, પિૃમ બંગાળમાં ૧૯, આંધ્રપ્રદેશમાં ૧૨, બિહારમાં ૯, જમ્મુ-કાશ્મીરમાં ૮, રાજસ્થાનમાં ૭, હરિયાણા-મધ્યપ્રદેશ- ઓડિશા-પંજાબ અને તેલંગણામાં પાંચ-પાંચ, ગોવા અને ઝારખંડમાં બે-બે અને હિમાચલપ્રદેશમાં એક દર્દીએ કોરોના મહામારીમાં જીવ ગુમાવ્યા હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર ભારતમાં કોરોનાના ૭૮ ટકા દર્દીની ઉંમર ૫૦ વર્ષથી ઓછી છે અને ૬૦ ટકા દર્દી કોરોનાની સાથે સાથે ઓછામાં ઓછી એક અન્ય ઘાતક બીમારી ધરાવે છે. તેમાં ૮ ટકા દર્દી ડાયાબિટીસ ધરાવે છે અને ૯ ટકા દર્દી હાઇપર ટેન્શનથી પીડાય છે. ૩૦ ટકા દર્દીઓ અન્ય ઘાતકી બીમારીઓથી પીડાઇ રહ્યા છે.

કેરળમાં એક વર્ષ સુધી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત

કેરળ સરકારે આગામી એક વર્ષ માટે માસ્ક પહેરવા, જાહેરમાં નહીં થૂંકવા સહિતની કોરોના ગાઇડલાઇનના ફરજિયાત કરી છે. કોરોના મહામારી કોમ્યુનિટી ટ્રાન્સમિશન તરફ આગળ વધી રહી હોવાના ભયથી આ પગલું લેવાયું છે. ઉલ્લંઘન કરનારને રૂ. ૧૦,૦૦૦નો દંડ અને બે વર્ષ સુધીની કેદ કરાશે. હવે કેરળમાં એક વર્ષ સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ, હડતાળ-ધરણા-રેલીઓ પર પ્રતિબંધ, દુકાન અને વ્યાવસાયિક સંસ્થાનોમાં એકસાથે ૨૫ કરતાં વધુ લોકોના એકઠાં નહીં થવું જેવી જોગવાઇઓનો ફરજિયાત અમલ કરાશે.

રાજસ્થાનમાં ચાલુ શૈક્ષણિક વર્ષ માટે યુનિવર્સિટીની પરીક્ષાઓ રદ

રાજસ્થાન સરકારે યુનિવર્સિટીઓમાં અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ પરીક્ષાઓ ચાલુ શૈક્ષણિક વર્ષ માટે રદ કરી દીધી છે. સીએમ અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીઓની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય તમામ યુનિવર્સિટી, કોલેજ અને ટેકનિકલ સંસ્થાનોને લાગુ પડશે.

દેશના ૨૧ રાજ્યોમાં રિકવરી રેટ રાષ્ટ્રીય સરેરાશ ૬૦.૭૬ ટકા કરતાં વધુ

૮૫.૯ ટકા ચંડીગઢ, ૮૨.૨ ટકા લદ્દાખ, ૮૦.૯ ટકા ઉત્તરાખંડ, ૮૦.૬ ટકા છત્તીસગઢ, ૮૦.૧ ટકા રાજસ્થાન, ૭૯.૩ ટકા મિઝોરમ, ૭૭.૭ ટકા ત્રિપુરા, ૭૬.૯ ટકા મધ્યપ્રદેશ, ૭૪.૩ ટકા ઝારખંડ, ૭૪.૨ ટકા બિહાર, ૭૪.૧ ટકા હરિયાણા, ૭૧.૯ ટકા ગુજરાત, ૭૦.૫ ટકા પંજાબ, ૭૦.૨ ટકા દિલ્હી, ૬૯.૪ ટકા મેઘાલય, ૬૯.૦ ટકા ઓડિશા, ૬૮.૪ ટકા UP, ૬૭.૩ ટકા હિમાચલ, ૬૬.૭ ટકા બંગાળ, ૬૨.૪ ટકા આસામ, ૬૨.૪ ટકા જમ્મુ-કાશ્મીર.

રસીની હ્યુમન ટ્રાયલ માટેની મંજૂરી કોવિડ-૧૯ના અંતની શરૂઆત : કેન્દ્ર

કેન્દ્ર સરકારે રવિવારે જણાવ્યું હતું કે, દેશ કોરોનાની રસીની હૃાુમન ટ્રાયલના તબક્કામાં પ્રવેશ્યો છે જે બતાવે છે કે કોરોના મહામારીના અંતની શરૂઆત થઇ ગઇ છે. મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ જણાવ્યું હતું કે, કોવિડ મહામારીના અંધકારમાં ક્ષિતિજ પર પ્રકાશનું કિરણ દેખાયું છે. હૃાુમન ટ્રાયલ માટે સરકાર દ્વારા અપાયેલી મંજૂરી કોરોના મહામારીના અંતની શરૂઆત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન