corona virus china 87 year old husband taking care of wife
  • Home
  • Featured
  • મુશ્કેલીઓ આવશે તો પણ નહીં છોડુ તારો સાથ, દાદાનો પ્રેમ આંખો છલકાવી દેશે, Video

મુશ્કેલીઓ આવશે તો પણ નહીં છોડુ તારો સાથ, દાદાનો પ્રેમ આંખો છલકાવી દેશે, Video

 | 4:50 pm IST

આજે આપણે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે પ્રેમથી ભરેલ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ચીનના એક બુઝુર્ગ કપલનો છે. જેમાં 87 વર્ષના એક શખ્સ કોરોના વાયરસથી પીડિત પત્નીની કાળજી રાખી રહ્યા છે અને કોઈ પણ હાલત કેમ નથી તારો સાથ નહી છોડુ એ જુસ્સાથી સાથ નીભાવી રહ્યા છીએ.

માત્ર 18 સેકન્ડનો આ વીડિયો જોઈ તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. તમને પણ આ દાદાના પ્રેમને જોઈને માન થશે કે ભાઈ પ્રેમ તો આવો જ જોઈએ. ગમે તે મુશ્કેલી કેમ નથી સાથ નહી છોડું તારો.

આ વીડિયોને People’s Daily, Chinaના અધિકારીક ટ્વિટર હેન્ડલ પરથી 12 ફેબ્રુઆરીએ શેર કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં લખ્યુ છે કે હું તને હંમેશા પ્રેમ કરતો રહીશ COVID19થી ચેપ પામેલ 87 વર્ષના આ દાદા જ્યારે બોટલ સાથે કોરોના વાયરસથી પીડિત પત્નીને મળવા પહોંચ્યા અને પોતાના હાથે જ દાદીને જમાડ્યા ત્યારે ભાવવાહક દૃશ્ય રચાયા હતા. દાદાએ કાનમાં કહ્યું કે આશા છે કે તું જલ્દીથી ઠીક થઈ જઈશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન