corona-virus damage lungs critically ill patient George University
  • Home
  • Featured
  • કોરોના દર્દીની હાલત સમજવી છે ને? આ તસવીરોમાં ફેફસાંની હાલત જોઈ આંતરડી કકડી ઉઠશે!

કોરોના દર્દીની હાલત સમજવી છે ને? આ તસવીરોમાં ફેફસાંની હાલત જોઈ આંતરડી કકડી ઉઠશે!

 | 12:17 pm IST

કોરોનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. એક ડોક્ટરે વર્ચ્યુઅલ રિયાલિટી વીડિયો જાહેર કરીને દર્શાવ્યુ કે કેવી રીતે વ્યક્તિના ફેફસાને બરબાદ કરી દે છે. ડૉક્ટરે અમેરિકાની એક હોસ્પિટલમાં ઇલાજ કરાવી રહેલ શખ્સની 360 ડિગ્રી 3D તસવીર ક્લિક કરી છે.

એક રિપોર્ટ અનુસાર 50 વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિને કોરોના પોઝિટીવ આવ્યો છે. થોડા કેટલાક સમયમાં તેની હાલત ગંભીર બની ગઈ હતી. જ્યોર્જ વોશિંગ્ટન યૂનિવર્સિટીમાં તેની સારવાર થઈ રહી છે. ડૉક્ટરે તસવીર શેર કરી છે જેમાં કોરોના વાયરસથી પીડિત દર્દીના બંને ફેફસા ખુબજ ખરાબ રીતે બગડી ગયા છે. કોરોના વાયરસ ખુબજ ઝડપથી દર્દીઓના ફેફસામાં ફેલાય છે.

રિપોર્ટ અનુસાર તસવીર લીધી તેના થોડા દિવસ પહેલા જ દર્દીના શરીરમાં આવા કોઈ લક્ષણ દેખાયા ન હતા અચાનક તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. વેન્ટીલેટર પર રાખવા છતા તેની હાલતમાં કોઈ સુધારો ન થયો.

ડોક્ટરે જે તસવીર શેર કરી છે તેમાં ફેફસામાં જે લીલા રંગનો ભાગ દેખાય છે તે કોરોના વાયરસ ફેફસામાં ટિશ્યૂને બરબાદ કરી નાખે છે. જ્યોર્જ વોશિંગ્ટન યૂનિવર્સિટીના ડોક્ટર કેથ મોર્ટેમેન અને તેમની ટીમે કોરોના વાયરસથી પીડિત શખ્સના ફેફસાને સ્કેન કરીને વર્ચ્યુઅલ રિયાલિટી વીડિયો તૈયાર કર્યો છે.

શરૂઆતમાં દર્દીને તાવ આવે છે કફ થાય છે સારવાર અર્થે બીજી હોસ્પિટલમાં આઇસોલેશનમાં રાખવામાં આવે છે, થોડા દિવસમાં તબીયત વધુ લથડતા જ્યોર્જ વોશિંગ્ટન યૂનિવર્સિટીમાં દાખલ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન