coronavirus-due-singer-shweta-pandit-stuck-in-italy-missed-family Covid 19
  • Home
  • Featured
  • કોરોનાને કારણે એક મહિનાથી ઇટાલીમાં રૂમમાં બંધ છે આ સિંગર, ધ્રુજતા અવાજે કહ્યું કે…

કોરોનાને કારણે એક મહિનાથી ઇટાલીમાં રૂમમાં બંધ છે આ સિંગર, ધ્રુજતા અવાજે કહ્યું કે…

 | 3:13 pm IST

કોરોના વાયરસના કારણથી દુનિયાના તમામ દેશોમાં લોકડાઉનની સ્થિતિ છે. ચીન બાદ જે દેશમાં કોરોના વાયરસથી સૌથી વધારે તબાહી મચાવી છે છે ઇટલી. બોલિવૂડની પ્રખ્યાત ગાયિકા શ્વેતા પંડિતે આ દિવસે ઇટલીમાં ફસાઇ છે. શ્વેતા પંડિત ગત એક મહિનાથી તેના રૂમમાંથી બહાર નથી નીકળી. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે અને કહ્યું તે ભારતમાં તેના માતા-પિતાને મિસ કરી રહી છે. શ્વેતા પંડિતે પીએમ મોદીને લોકડાઉનને પણ સમર્થન કર્યું છે.

વીડિયોમા શ્વેતા રહે છે કે ગત અઠવાડિયામાં સાંભળ્યું છે કે દુનિયાભરમાં કોરોના વાયરસે હંગામો મચાવી દીધું છે. ભારતમાં પણ 21 દિવસના લોકડાઉનની ઘોષણા કરી દીધી છે. તેની મને ખુશી છે. એક વસ્તુ જે મારી આંખો દેખી છે. આજે તે અંગે વાત કરવા માંગુ છું, કોરોનાએ જે દેશમાં સૌથી વધારે આફત મચાવી છે. આજે કે દેશમાં છું. ઇટલીમાં.. ગત એક મહિનાથી રૂમની બહાર નથી નીકળી. શ્વેતા આગળ જણાવે છે કે લોકોને શરદી ઉધરસ થવા લાગે છે જ્યા સુધી ડોક્ટર પાસે પહોંચે છે ત્યાં સુધી કોરોનાથી સંક્રમિત છે. આ કોઇ મજાક નતી અહીં આઠ હજારથી પણ વધારે મોત થયા છે. સવારે જ્યારે હું ઉઠું છું મને માત્ર એમ્બ્યુલન્સના અવાજ સંભળાય છે. ભારતના ઘણા લોકોએ મારી ખબર પુછી તેમનો આભાર…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન