coronavirus-in-gujarat-man 66 year positive-in-vadodara
  • Home
  • Featured
  • કોરોનાના કહેર વચ્ચે ગુજરાત માટે માઠા સમાચાર, વડોદરામાં 66 વર્ષીય વૃદ્ધ કોરોનાના સકંજામાં

કોરોનાના કહેર વચ્ચે ગુજરાત માટે માઠા સમાચાર, વડોદરામાં 66 વર્ષીય વૃદ્ધ કોરોનાના સકંજામાં

 | 9:44 am IST

ગુજરાતમાં કોરોના વાયરસે પગપેસરો કર્યા બાદ દરરોજ તેના પોઝિટીવ કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. કોરોના વાઈરસના રાજકોટમાં 8 સુરતના 7 કેસ અને અમદાવાદ, વડોદરાના 9 પોઝિટીવ કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે શહેરીજનો ચિંતામા પેઠા છે. રાજ્ય સરકાર પણ કોરોના વાયરસના કેસો વધે નહીં તેના માટે તમામ કોશિશો કરી રહી છે.

હાલ વડોદરામાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. વડોદરામાં કોરોના વાયરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. વડોદરામાં વધુ એક પુરૂષ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમની ઉંમર 66 વર્ષની છે. જેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તે સાથે જ વડોદરામાં કેસની સંખ્યા વધીને 9 પર પહોંચી ગઇ છે. આ વ્યક્તિને ગોત્રી હોસ્પિટલમાં નિયમાનુસાર સારવાર આપવામાં આવી રહી છે. તે સાથે હવે ગુજરાતમાં કોરોના વાયરસના 48 પોઝિટિવ કેસ થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસના 48 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમા અમદાવાદમાં 15, રાજકોટમાં 8, વડોદરામાં 9 કેસ, સુરતમાં 7 અને ગાંધીનગરમાં 7 કેસ, ભાવનગર અને કચ્છમાં એક – એક પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધી 3 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે.

આ પણ જુઓ : વડોદરામાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન