Coronavirus : India Daughter Leave in Italy
  • Home
  • Featured
  • કોરોના: ઇટલીમાં હજારોની સંખ્યામાં મોત, છતાંય ભારતની આ દીકરી ડરી નહીં અને…

કોરોના: ઇટલીમાં હજારોની સંખ્યામાં મોત, છતાંય ભારતની આ દીકરી ડરી નહીં અને…

 | 1:52 pm IST

કોરોના વાયરસે ભારત સહિત આખી દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. ઇટાલી વિશ્વનો એવો દેશ છે જ્યાં કોરોનાથી સૌથી વધુ મોત થયા છે. દરેક લોકો ઇટાલીના નામથી ભયભીત છે. આવી સ્થિતિમાં ભારતની પુત્રી ડર વચ્ચે લોકોને સંદેશો આપી રહી છે. જી હા 23 વર્ષની સંજના તિવારી ઉત્તર પ્રદેશના કાનપુરની રહેવાસી છે અને તે તેના પ્રિયજનોથી દૂર મિલાનમાં એકલી રહે છે.

ભારત સરકારે ભારતીય લોકોને પાછા લાવ્યા, પરંતુ તે આવી ન હતી કારણ કે તે લોકડાઉનને સંપૂર્ણ રીતે અનુસરવા માંગતી હતી. હવે તે ભારતીય લોકોને વિનંતી કરી રહી છે કે તેઓ આ સંકટમાં લોકડાઉનનું પાલન કરે.

… પણ સંજના ઇટલીથી પાછી આવી નહીં

કાનપુરના શ્યામ નગરમાં રહેતા સંજય તિવારી ભારતના સમાજશાસ્ત્ર બોર્ડના સભ્ય છે. તેમની પુત્રી સંજના મિલાન યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રમાં પીએચડી કરી રહી છે. કોરોના સંકટ બાદ ભારતીય લોકો ગભરાઈ ગયા હતા.

ઇટલીમાં જેટલા ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા હતા તેમને અને તેમના પરિવારોને ભારત સરકારને અપીલ કરીને તેમના પ્રિયજનોને પાછા બોલાવી લીધા. સરકારે રોમથી ફ્લાઇટની વ્યવસ્થા કરી અને દરેકને ભારત લઇ આવ્યા પરંતુ સંજનાએ ત્યાં રોકાવાનો નિર્ણય લીધો હતો.

સંજનાએ કહ્યું કે તે લોકડાઉનને સંપૂર્ણ રીતે અનુસરવા માંગે છે. તે ઇચ્છતી નહોતી કે મારા લીધે અથવા તો કોઈના લીધે મને વાયરસ આવે. સંજનાની માતા બબીતા ​​તિવારીએ કહ્યું, ‘હું ખૂબ ગભરાઈ ગઈ હતી. મેં મારી દીકરીને અહીં આવી જવાનું કહ્યું હતું, પરંતુ જ્યારે તેને મને સમજાવી તો હું માની ગઈ. લોકડાઉન મતલબ છે જેઓ જ્યાં છે ત્યાં રહો. આપણા જેવા ભણેલા-ગણેલા અને યુવાન લોકો આનું પાલન ન કરે તો દેશમાં મોટુ સંકટ આવી શકે છે. હું જ્યાં પણ છું સ્વસ્થ છું અને મને મારા દેશ માટે અહીં જ રહેવા દો.

વિડિઓ બનાવી આપે છે સંદેશ

સંજના લોકોને જાગૃત કરવા માટે વિડિયો બનાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરે છે. તેણે કહ્યું કે તે ભારતના સમાચાર જોઈ રહી છે કે કેવી રીતે લોકો લોકડાઉનને અનુસરતા નથી. તેનાથી ખૂબ જ દુ:ખ થાય છે. આથી તેઓ વીડિયો દ્વારા લોકોને અપીલ કરે છે કે કોરોનાથી બચવાનો એકમાત્ર રસ્તો લોકડાઉન છે. જો દેશને બચાવવો હોય તો લોકોને લોકડાઉનને અનુસરવું પડશે.

તે આખો દિવસ પોતાને વ્યસ્ત રાખે છે

સંજના ઇટલીમાં એકલી છે. તેની સાથે કોઈ નથી પરંતુ તે તેના સમયનો સદ્ઉપયોગ કરે છે. તે યોગ કરે છે, જમવાનું બનાવે છે અને પોતાને મ્યુઝિકમાં વ્યસ્ત રાખે છે. તે સવારે વિડિયો કોલ્સ દ્વારા પોતાના માતાપિતા સાથે વવાત કરે છે અને બધા મળી યોગ કરે છે. પરિવારના સભ્યોની સાથે મળી મોબાઇલ પર લુડો રમે છે.

આ વીડિયો પણ જુઓ : વિશ્વમાં કોરોનાના કેસનો આંક 9.36 લાખને પાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન