Coronavirus: India now fifth-highest COVID-19 fatality count in world
  • Home
  • Corona
  • કોરોના: 16 લાખને પાર કેસ, મોતના મામલામાં દુનિયામાં ભારત પાંચમા નંબર પર

કોરોના: 16 લાખને પાર કેસ, મોતના મામલામાં દુનિયામાં ભારત પાંચમા નંબર પર

 | 7:40 am IST

ભારતમાં કોરોના વાયરસ સંક્રમણનો કહેર ચાલુ છે. દેશમાં કોરોના સંક્રમણના કેસ 16.39 લાખને પાર થઇ ગયો છે અને અત્યાર સુધીમાં 35 હજારથી વધુ લોકોના મોત થઇ ચૂકયા છે. કોરોનાથી મોતના મામલામાં ભારત હવે ઇટલીને પાછળ છોડીને પાંચમા નંબર પર પહોંચી ગયું છે. જો કે આ દરમ્યાન 10 લાખથી વધુ કોરોના દર્દી સંક્રમણ મુક્ત પણ થયા છે.

કોરોનાથી મોતના મામલામાં પાંચમા નંબર પર ભારત

કોરોના સંક્રમણના લીધે મોતના મામલામાં ભારત હવે ઇટાલીને પછાડીને 5માં નંબર પર પહોંચી ગયું છે. વર્લ્ડોમીટરના મતે ભારતમાં અત્યારસુધીમાં કોરોનાથી 35786 લોકોના મોત થઇ ચૂકયા છે. કોરોનાથી મોતના મામલામાં અમેરિકા (1,54,963), બ્રાઝીલ (91,263), બ્રિટન (45,999) અને મેક્સિકો (45,361)જ હવે ભારતથી આગળ છે.

ભારતમાં 16 લાખને પાર થઇ દર્દીઓની સંખ્યા

વર્લ્ડોમીટરના મતે ભારતમાં અત્યારસુધી કોરોનાના 16,39,350 કેસ સામે આવ્યા છે જેમાં 35,786 લોકોના મોત થઇ ચૂકયા છે. આ સિવાય 10,59,093 લોકો અત્યાર સુધીમાં સંક્રમણમાંથી મુકત પણ થઇ ચૂકયા છે. દેશમાં અત્યારે એક્ટિવ કેસોની સંખ્યા 5,44,471 છે.

સ્વાસ્થય મંત્રી બોલ્યા – કોરોનાના વિરૂદ્ધ લડાઇ હજુ પણ ચાલુ

હર્ષવર્ધન એ કહ્યું કે ભારતમાં કોવિડ-19નો પહેલો કેસ 30 જાન્યુઆરીના રોજ આવ્યો હતો અને 6 મહિના થઇ ચૂકયા છે પરંતુ લડાઇ હજુ પણ ચાલુ છે. વિશાળ દેશ અને મોટી વસતી હોવા છતાંય દરેક મોરચા પર વાયરસની વિરૂદ્ધ સફળતાથી ઉકેલાય છે. 6 મહિના પહેલાં દેશમાં વેન્ટિલેટર આયાત થતા હતા પરંતુ હવે 3 લાખ વેન્ટિલેટર નિર્માણની ક્ષમતા તૈયાર થઇ ગઇ છે. તેમણે કહ્યું કે હવે મોટાભાગના વેન્ટિલેટર દેશની અંદર જ બની રહ્યા છે. ભારત અંદાજે 150 દેશોને હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવા પૂરી પાડી રહ્યું છે.

કોરોના ટેસ્ટની રફતારમાં સતત તેજી

સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે એપ્રિલમાં આપણે દરરોજ 6000 તપાસ કરી રહ્યા હતા આજે દરરરોજ 5 લાખથી વધુ તપાસ થઇ રહી છે. આવાત એક-બે મહિનામાં દરરોજ 10 લાખ તપાસ કરવાની અમારી યોજના છે અને અમે આ દિશામાં કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે દેશની અંદર આવશ્યકતાઓને પૂરી કરવા માટે કોવિડ-19થી સંબંધિત નિકાસ રોકી દેવામાં આવી.

આ વીડિયો પણ જુઓ : ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 16 લાખને પાર પહોંચી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન