Coronavirus India : Recovery rate improving, fatality rate declining
  • Home
  • Corona live
  • ભારતમાં કોરોના વાયરસ ‘હાંફી’ ગયો! , ટૂંક સમયમાં મળશે ગુડ ન્યૂઝ

ભારતમાં કોરોના વાયરસ ‘હાંફી’ ગયો! , ટૂંક સમયમાં મળશે ગુડ ન્યૂઝ

 | 9:06 am IST

કોરોના મહામારીની વિરૂદ્ધ દેશમાં જંગ છેડાઇ છે. આ જીવલેણ વાયરસને માત આપવા માટે દરેક રાજ્યએ મોટી તૈયારી કરી રાખી છે. ખૂબ જ સંક્રમણ હોવાના લીધે આ બીમારીની ઝપટમાં આવનારા લોકોની સંખ્યા તો દરરોજ વધી રહી છે પરંતુ સારી વાત એ છે કે કોવિડ-19થઈ દેશમાં મોતનો આંકડો ઘટી રહ્યો છે અને આ બીમારીથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. ધીમે-ધીમે ભારતમાં કોરોના નબળો પડતો રહ્યો છે અને આ ટ્રેન્ડ રહ્યો તો ટૂંક સમયમાં જ બીમાર થનારાઓની સામે સ્વસ્થ થનારાઓની સંખ્યા વધી ગઇ હશે.

મોતની સંખ્યામાં ઘટાડો

45 દિવસ પહેલાં કોવિડ-19થી બીમાર લોકોના મોતની ટકાવારી 3.3 ટકા હતી જ્યારે આ ઘટીને 2.83 ટકા થઇ ગયો છે. 18મી મેના રોજ મૃત્યુદર 3.15 ટકા હતો જે 3 મેના રોજ 3.25 ટકા હતો. ભારતમાં એક દિવસમાં સૌથી વધુ મોતનો સરકારી આંકડો 230 છે. દેશમાં કોરોનાથી મૃતકોની સંખ્યા વધીને 5394 સુધી પહોંચી ગઇ છે અને તેનાથી બીમાર લોકોની સંખ્યા 1 લાખ 90 હજારથી વધુ છે.

ડિસ્ચાર્જ થનારની સંખ્યા વધી

દેશમાં અત્યારે 93322 એક્ટિવ કેસ છે. 91818 કોરોનાથી સ્વસ્થ થઇને ઘરે આવી ચૂકયા છે. છેલ્લાં 24 કલાકમાં 4835 લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ છે. કેન્દ્ર સરકારની 8મી મેના રોજની ગાઇડલાઇન્સ પ્રમાણે નજીવા અને મધ્યમ કોરોના પીડિત દર્દીઓમાં જો લક્ષણ વધતા નથી તો તેમને 10 દિવસ બાદ તંદુરસ્તી જહેરાત કરી દીધી છે. એટલે કે આવનારા સમયમાં કોરોનાથી સ્વસ્થ થનાર લોકોની સંખ્યામાં વધારો થશે.

રિકવરી રેટ પણ સુધર્યો

કોવિડ-19થી રિકવરી રેટ પણ સુધર્યો છે અને આ 48.19% સુધી પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા પ્રમાણે 18મી મેના રોજ રિકવરી રેટ 38.29ટકા હતો જ્યારે 3 મેના રોજ આ 26.59 ટકા રહ્યો હતો. 15 એપ્રિલના રોજ રિકવરી રેટ અંદાજે 11.42 ટકા હતો. રિકવરી રેટ વધવાના સંકેત મળી રહ્યા છે. આથી દેશમાં આ બીમારીથી સ્વસ્થ થવાની ઓળખ અને સારવાર થઇ રહી છે. અલગ-અલગ રાજ્યોમાં રિકવરી રેટ ચોક્કસ અલગ છે પરંતુ ઓવરઓલ તસવીર ઉત્સાહવર્ધક છે.

…તો એટલા માટે ઘટી છી મોતની સંખ્યા

સ્વાસ્થય મંત્રાલયના મતે દેશમાં મોતની સંખ્યા સતત ઘટવાનું મુખ્ય કારણ આ બીમારીની સમય પર ઓળખ અને તેની તરત સારવાર છે.

બીજા દેશો કરતાં ભારતની સ્થિતિ શ્રેષ્ઠ

જ્યાં સુધી કોરોના વાયરસના મોતની સંખ્યાની તુલનાની વાત કરીએ તો સ્વાસ્થય મંત્રાલયના મતે વૈશ્વિક સ્તર પર કોવિડ-19થી મોતની ટકાવારી 6.19 છે. ફ્રાન્સમાં સૌથી વધુ 19.35 ટકા ત્યારબાદ બેલ્જિયમમાં 16.25 ટકા, ઇટલી 14.33 ટકા અને બ્રિટનમાં 14.074 ટકા છે.

દેશમાં ટેસ્ટિંગ વધ્યા

કેન્દ્ર સરકારે કહ્યું કે દેશમાં ટેસ્ટિંગ સુવિધા વધી છે હવે 676 લેબમાં તેનું ટેસ્ટ કરાઇ રહ્યો છે. ટેસ્ટ કરનાર લેબમાં 472 સરકારી છે જ્યારે 204 ખાનગી છે.

જાણો સમગ્ર માહિતી : અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું, તંત્ર એલર્ટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન