Coronavirus: India reports 39,097 new cases, 546 deaths in last 24 hours
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • કોરોના ગયો નથી: 5 રાજ્યોમાં ચિંતાજનક સ્થિતિ, છેલ્લાં 24 કલાકમાં કેરળમાં સૌથી વધુ કેસ નોંધાયા

કોરોના ગયો નથી: 5 રાજ્યોમાં ચિંતાજનક સ્થિતિ, છેલ્લાં 24 કલાકમાં કેરળમાં સૌથી વધુ કેસ નોંધાયા

 | 11:00 am IST
  • Share

કોરોના સંક્રમણની રફતાર ભલે દેશમાં ઓછા થયા હોય પરંતુ છેલ્લાં 24 કલકમાં 39097 નવા કોવિડ કેસ સામે આવ્યા છે. તો 5 રાજ્યોમાં હજુ પણ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક બનેલી છે. કેરળમાં 24 કલાકની અંદર 17518 કેસ સામે આવ્યા. તો મહારાષ્ટ્રમાં કુલ 6753 કોવિડ કેસ નોંધાયા છે.

તમિલનાડુમાં કોવિડ-19ના 1830 કેસ સામે આવ્યા છે. તો આંધ્રપ્રદેશમાં 1747 લોકો કોવિડ સંક્રમિત થયા છે. 76.13 ટકા કેસ આ 5 રાજ્યોમાં સામે આવી રહ્યા છે. કેરળમાં સૌથી વધુ 44.81 ટકા કેસ છે. તો 546 કોરોના સંક્રમિત દર્દીઓના મોત છેલ્લાં 24 કલાકમાં થયા છે.

કોવિડ સંક્રમણના લીધે સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં 167 દર્દીઓના મોત થયા છે. તો કેરળમાં કુલ 132 દર્દીઓના 24 કલાકમાં મોત થયા છે. ભારતમાં કોરોનાનો રિકવરી રેટ 97.35 ટકા સુધી પહોંચી ગયો છે.

35087 કોવિડ દર્દી 24 કલાકમાં સાજા થયા

24 કલાકમાં કોવિડ-19થી સાજા થનાર દર્દીઓની સંખ્યા 35087 છે. તો અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,05,03,166 દર્દી સાજા થઇ ચૂકયા છે. ભારતમાં કોરોના સંક્રમણના એક્ટિવ કેસોની સંખ્યા 408977 છે. એક્ટિવ કેસોના આંકડા 3464 નવા કેસનો વધારો થયો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન