Coronavirus India Study Shows Version of Coronavirus brought in Travellers from Europe
  • Home
  • Corona
  • ભારત માટે મોટા રાહતના સમાચાર, દેશમાં ચીન નહીં પરંતુ અહીંનો કોરોના વધુ

ભારત માટે મોટા રાહતના સમાચાર, દેશમાં ચીન નહીં પરંતુ અહીંનો કોરોના વધુ

 | 9:03 am IST

દેશમાં ફેલાયેલા કોરોના વાયરસને લઇ મોટી રાહત આપનાર રિપોર્ટ સામે આવ્યો છે. કહેવાય છે કે અત્યારે દેશમાં કોરોનાની જે પ્રજાતિ સૌથી વધુ ફેલાઇ છે તે યુરોપથી આવી છે. તેમાં રાહતની વાત એ છે કે પહેલાં દેશભરમાં કોવિડ-19ની અલગ-અલગ પ્રજાતિઓ દેશભરમાં હાજર હતી, પરંતુ હવે જ્યારે એક જ પ્રકારની પ્રજાતિ વધુ છે તો તેનાથી લડવું વધુ સરળ થશે. રિપોર્ટમાં એમ પણ કહ્યું છે કે સરકારે જે લોકડાઉન લગાવ્યું તેનાથી વાયરસને મોટાપાયે ફેલાતો રોકવામાં મદદ મળી છે.

હેલ્થ મિનિસ્ટરને સોંપ્યો રિપોર્ટ

આ રિપોર્ટ ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી એ તૈયાર કર્યો છે. શનિવારના રોજ તેને હેલ્થ મિનિસ્ટર હર્ષવર્ધનને સોંપ્યો. કહેવાય છે કે A2a હોલોટાઇપે પહેલેથી હાજર બીજા હોલોટાઇપ્સને હટાવી દીધા અને જાતે ફેલાઇ ગયો. એક હોલોટાઇપનો મતલબ જીનનું ગ્રૂપથી છે. રિપોર્ટ કહે છે કે શરૂઆતમાં ભારતમાં કોરોનાની ઘણી બધી પ્રજાતિઓ હતી. તેમાં વાયરસ યુરોપ, અમેરિકા, અને ઇસ્ટ એશિયાથી આવ્યો હતો.

કોરોનાની વાત કરીએ તો A2a હોલોટાઇપ, D614G, 19A અને 19B સ્ટ્રેન જેવી કેટલીય અલગ-અલગ પ્રજાતિઓ દુનિયામાં ફેલાઇ છે. ભારતમાં પણ કોરોનાની આ પ્રજાતિઓ હતી. A2a હોલોટાઇપ યુરોપ અને સાઉદી અરબથી ભારતમાં આવ્યો. તેનાથી પહેલી જાન્યુઆરીથી જ્યારે વાયરસ ફેલાયો તો દેશમાં વુહાનથી આવેલ સ્ટ્રેન 19A અને 19B પણ હતું. પરંતુ આ કેસ A2aનો મુકાબલો ઓછો હતો. પછી દેશભરમાં માત્ર A2a હોલોટાઇપ જ રહી ગયો. દિલ્હીમાં D614G ફેલાયો હતો જે હવે ઉતાર પર છે. તેના લીધે રાજધાનીમાં કોરોનાના એક્ટિવ કેસોમાં સતત ઘટાડો આવી રહ્યો છે.

રિપોર્ટમાં આગળ કહ્યું છે કે માર્ચથી મે મહિનાની વચ્ચે જે કોરોના લોકડાઉન લગાવ્યું તો તેને કામ કર્યું છે. ઇન્ટરનેશન ટ્રાવેલ બેનથી વાયરસની નવી પ્રજાતિઓ ભારત આ આવી શકી નહીં, આ જ રીતે ઇંટર-સ્ટેટ ટ્રાવેલ બેનથી હાજર પ્રજાતિઓ આમ તેમ ફેલાય શકી નહીં.

આ વીડિયો પણ જુઓ : અયોધ્યા રામમંદિરના શિલાન્યાસમાં પહોંચ્યું ‘સંદેશ ન્યૂઝ’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન