Coronavirus : Indian Student Panic in Wuhan At China
  • Home
  • Featured
  • કોરોનાનો હાહાકાર: હોસ્ટેલમાં ઉભી કરાશે હોસ્પિટલ, ફફડી ગયા છે ભારતીય વિદ્યાર્થીઓ

કોરોનાનો હાહાકાર: હોસ્ટેલમાં ઉભી કરાશે હોસ્પિટલ, ફફડી ગયા છે ભારતીય વિદ્યાર્થીઓ

 | 11:53 am IST

ચીનના હુબેઇ પ્રાંતમાં અભ્યાસ કરી રહેલા ભારત અને પાકિસ્તાનના વિદ્યાર્થી પોતાની સરકારોને તેમને સુરક્ષિત પાછા લાવવાની અપીલ કરી રહ્યા છે. કારણ કે આ મહામારીને ઉકેલવા માટે ચીનના અધિકારીઓએ યુનિવર્સિટીના પરિસરમાં અસ્થાયી હોસ્પિટલ બનાવાનો નિર્ણય કર્યો છે. આપને જણાવી દઇએ કે ભારતે હુબેઇ પ્રાંતથી પોતાના 647 નાગરિકોને નીકાળવા છે પરંતુ હજુ પણ ત્યાં કેટલાંય લોકો હાજર છે.

અસ્થાયી હોસ્પિટલ તરીકે જીમ અને હોસ્ટેલનો ઉપયોગ કરાશે. ચીનમાં વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. બુધવારના રોજ 254 લોકોના મોતની સાથે જ મૃતકોની સંખ્યા 1367 સુધી પહોંચી ગઇ છે. એક દિવસમાં મૃતકોની આ અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે. તેના પરથી એ પણ સાબિત થાય છે કે વાયરસ નબળો પડી રહ્યો નથી. અધિકારીઓએ કહ્યું કે ચીનમાં બુધવાર સુધીમાં 25526 કેસની પુષ્ટિ થઇ ચૂકી છે.

જીમ અને હોસ્ટેલને અસ્થાયી હોસ્પિટલ બનાવાના આદેશ બાદ હુબેઇ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર ત્રણ વિદ્યાર્થીઓએ ભારત સરકારને અપીલ કરી છે કે તેમને અહીંથી નીકાળો. ભારત પહેલાં જ વુહાન અને હુબેઇ પ્રાંતના 647 નાગરિકોને બહાર કાઢી ચૂકયું છે. 10 ભારતીય ખાસ વિમાનમાં સવાર થઇ શકયા નહીં કારણ કે તેમને તાવ હતો. ભારતીય અધિકારીઓનું કહેવું છે કે આ ક્ષેત્રમાં હજુ પણ 80 થી 100 ભારતીય નાગરિક છે.

તો 1000 પાકિસ્તાની વિદ્યાર્થી હુબેઇ પ્રાંતમાં છે. પોતાના નાગરિકોને હુબેઇ પ્રાંતમાંથી બહાર નહીં નીકાળવાને લઇ પાકિસ્તાન સરકારની ચારેયબાજુથી આલોચના થઇ રહી છે. પાકિસ્તાનના પણ કેટલાંય વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે કે અમારા શયનકક્ષોને હોસ્પિટલમાં ફેરવી રહ્યા છે. હુબેઇ યુનિવર્સિટી દ્વારા રજૂ કરવામાં આવેલી નોટિસમાં કહ્યું છે કે જીમનો ઉપયોગ વાયરસથી સંક્રમિત દર્દીઓને રાખવા માટે કરશે. પહેલાં આ યાદીમાં યુનિવર્સિટી નહોતી, પરંતુ હવે સત્તાવાર માહિતીમાં તેને પણ સામેલ કરાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન