Coronavirus Live Updates 111 people die of coronas in India
  • Home
  • Featured
  • ભારતમાં કોરોનાથી 111 લોકોના મોત, આ રાજ્યમાં 3 જૂન સુધી લોકડાઉન લંબાવવા પર વિચાર

ભારતમાં કોરોનાથી 111 લોકોના મોત, આ રાજ્યમાં 3 જૂન સુધી લોકડાઉન લંબાવવા પર વિચાર

 | 8:49 pm IST

ભારતમાં કોરોના વાઇરસ દિનપ્રતિદિન પગ પસારી રહ્યો છે. રવિવાર સવારથી લઇ સોમવાર સાંજે 7 કલાક સુધીમાં દેશમાં કોરોના વાઇરસન પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રવિવારે ભારતમાં કોરોના વાઇરસે વધુ 30 વ્યક્તિનો ભોગ લેતાં મૃતકોની સંખ્યા 100ને પાર કરીને 111 પર પહોંચી ગઇ હતી. દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ મોત નોંધાયાં છે. છેલ્લા 12 કલાકમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસમાં 409નો વધારો નોંધાયો હતો. હાલ દેશમાં કોરોના વાઇરસના 3666 એક્ટિવ કેસ છે જ્યારે 318 વ્યક્તિને સારવાર બાદ રજા આપી દેવાઇ છે.

તેલંગાનાનાં મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સાફ કરી દેવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે 15 એપ્રિલ બાદ લોકડાઉનને બે અઠવાડિયા વઝારવાની સલાહ આપી છે. તેમણે બીસીજી રિપોર્ટનો હવાલો આપતા આવું જણાવ્યું છે જેમા લોકડાઉનની અવધિ 3 જૂન સુધી વધારવાની સલાહ આપવામાં આવી છે. જોકે આધિકારીક રૂપે આ અંગે કોઇ ઘોષણા કરવામાં આવી નથી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બપોરના 4 કલાકની ડેઇલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, દેશમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસની સંખ્યા હવે 4281 પર પહોંચી ગઇ છે. તેમાંથી 35 ટકા એટલે કે 1445 કેસ તબલિગી જમાતમાં સામેલ થયેલા અથવા તો તેમના સંપર્કમાં આવેલી વ્યક્તિઓના છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગરવાલે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના કુલ કેસમાં 76 ટકા કેસ પુરુષ અને 24 ટકા કેસ મહિલાઓના છે.

અગરવાલે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના કારણે થયેલા 111 મોતમાં 63 ટકા મોત 60 વર્ષથી ઉપરની વ્યક્તિના, 30 ટકા 40થી 60 વર્ષની વયજૂથના વ્યક્તિના અને 7 ટકા મોત 40થી ઓછી વયની વ્યક્તિના છે.

આ વીડિયો પણ જુઓ : રાજકોટના જેતપુરમાં ઉદ્યોગપતિ દ્ગારા જાહેરનામાનો ભંગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન