coronavirus lockdown akshay kumar ranveer singh face huge losses
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોલિવૂડમાં કોરોનાના કારણે અક્ષય અને રણવીરને થશે સૌથી મોટું નુકસાન, થઈ ગઈ આ ભૂલ!

બોલિવૂડમાં કોરોનાના કારણે અક્ષય અને રણવીરને થશે સૌથી મોટું નુકસાન, થઈ ગઈ આ ભૂલ!

 | 1:57 pm IST

કોરોના વાયરસને લઈ આખી દુનિયા સહિત બોલિવૂડને પણ મોટું નુકસાન થયું છે. રોજ થતું શૂટિંગ બંધ છે અને કેટલીય ફિલ્મોની રીલિઝ તારીખ પણ ટાળી દેવામાં આવી છે. પરંતુ એ વચ્ચે અક્ષય કુમારની સુર્યવંશી અને રણવીર સિંહની 83 ફિલ્મને સૌથી મોટું નુકસાન ભોગવવું પડશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મનું ઈન્શોરેન્સ નથી થયું.

રોહિત શેટ્ટીની સુર્યવંશી 24 માર્ચે રીલિઝ થવાની હતી. પરંતુ કોરોના વાયરસને કારણે અને લોકડાઉનના કારણે પહેલાથી જ ફિલ્મની રીલિઝ અટકાવી દેવામાં આવી છે. આ ફિલ્મોને એટલું તગડું નુકસાન ભોગવવું પડશે, કારણ કે તે હજુ રીલિઝ નથી થઈ. એક ખબર પ્રમાણે વાત કરીએ તો, ઈંશ્યોરેન્સ પોલીસીમાં કહેવામાં આવ્યું છે કે જે ફિલ્મ રીલિઝ નથી થઈ અથવા થિયેટરમાં લગાવવામાં નથી આવી, કોરોના વાયરસને લઈ લોકડાઉનમાં એનુ નુકસાન ભરપાઈ થઈ શકે એમ નથી.

બીજા એક અખબારે આ સંબંધમાં ઈંશ્યોરેન્સના કેટલાક જાણકારો સાથે વાતચીત કરી છે. તેના પ્રમાણે ફ્રેબુઆરીથી કોરોના વાયરસને લઈ કેટલીય અસર પડી છે. ફિલ્મની રીલિઝ રોકી શકાય અથવા તો ફિલ્મનું શૂટિંગ પોસ્ટપોર્ન કરી શકાય. પરંતુ ફિલ્મમેકરને થતું નુકસાન એમાં નથી આવતું. ક્લાઈન્ટસને જ્યારે પોલીસી વેચવામાં આવે ત્યારે કોઈ પણ મહામારી કવર થાય છે, કોરોના વાયરસ પહેલાથી જ મોજુદ પરિસ્થિતિની બહાર છે.

અલાઈન્સ ઈંશ્યોરેન્સનું કહેવું છે કે, નુકસાન તો કવર નહીં થાય, પરંતુ એના ક્લાઈન્ટસ વેડર્સ સાથે વાતચીત કરીને અમુક વસ્તુઓને મેનેજ કરવામાં લાગ્યા છે. શૂટને રિશેડ્યુલ કરવું એક સામાન્ય વાત છે, પરંતુ ફિલ્મની રીલિઝ ડેટ ટાળવી એ એક કોમર્શિયલ કોલ છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસને લઈ સુર્યવંસી અને 83 સિવાય કેટલીય ફિલ્મો પર અસર પડશે.

આ વીડિયો પણ જુઓ: મરકજથી પરત ફરેલા જૂનાગઢના 5 લોકોની શોધખોળ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન