coronavirus lockdown bangalore man dressed walks in balcony
  • Home
  • Featured
  • કોરોનાને હરાવવા આ માણસે એવું કર્યું કે, લોકોની રાડ ફાટી ગઈ! VIDEO જોઈ તમે ફફડી જશો

કોરોનાને હરાવવા આ માણસે એવું કર્યું કે, લોકોની રાડ ફાટી ગઈ! VIDEO જોઈ તમે ફફડી જશો

 | 11:35 am IST

ભારતના નાગરિકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 9 વાગીને 9 મિનિટે કરેલી અપીલના જવાબમાં 5 એપ્રિલે દિવા અને મીણબત્તી પ્રગટાવી હતી. પરંતુ કોરોના વાયરસને હરાવવા બેંગલોરના એક માણસે કંઈક અલગ જ કર્યું. જેને જોઈને લોકો ફફડી ઉઠ્યા અને ડરનો માહોલ ઉભો થઈ ગયો હતો. એક શખ્સે ભૂતના કપડાં પહેરી બાલકનીમાં મીણબત્તી લઈને ફરવું ભારે પડી ગયું હતું.

ઈન્ટરનેટ પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. મીણબત્તી લઈને ‘ગુમનામ હે કોઈ’ ગીત ગાયું. 15 સેકન્ડનો આ વીડિયો ટ્વીટર પર ખુબ શેર થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક માણસ ઉપરથી નીચે સુધી સફેદ કપડાંથી ઢંકાયેલો છે. પોતાના હાથમાં મીણબત્તી અને તે બાલકનીમાં ચોતરફ આંટાફેરા કરી રહ્યો છે. લોકો આ જોઈને ડરી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન