Coronavirus: Lockdown case second wave inevitable Israel
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • કોરોનાની બીજી લહેરની ઝપટમાં કેટલાંય દેશ, બીજી વખત લોકડાઉનનો વધ્યો ખતરો

કોરોનાની બીજી લહેરની ઝપટમાં કેટલાંય દેશ, બીજી વખત લોકડાઉનનો વધ્યો ખતરો

 | 2:11 pm IST
  • Share

ઇઝરાયલે શુક્રવારે દેશમાં ફરીથી રાષ્ટ્રીય લોકડાઉન લાગૂ કરી દીધું હતું. ત્રણ અઠવાડિયા સુધી લોકો પર સખત પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. લોકો પોતાના ઘરેથી એક કિલોમીટરના દૂર જઇ શકતા નથી. ઇઝરાઇલ ફરીથી નેશનલ લોકડાઉન લાગૂ કરનાર વિશ્વનો પ્રથમ દેશ છે. પરંતુ બીજા ઘણા દેશોમાં પણ કોરોનાની બીજી લહેરનો ખતરાનો સામનો કરી રહ્યા છે.

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને કહ્યું છે કે બ્રિટનમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. તેમણે છ મહિના માટે પ્રતિબંધ લાદવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. બોરિસ જ્હોનસન કહે છે કે કોરોનાની બીજી લહેરને લઇ બ્રિટન સ્પેન અને ફ્રાન્સથી 6 અઠવાડિયા પાછળ છે. તેમણે કહ્યું કે તે નિશ્ચિત છે કે બ્રિટનમાં બીજી લહેર આવશે.

તો વિશ્વ આરોગ્ય સંગઠને યુરોપમાં કોરોનાની બીજી લહેરને લઇ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. WHOનું કહેવું છે કે યુરોપમાં કોરોના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. WHOનાં પ્રાદેશિક નિર્દેશક હંસ ક્લુજે કહ્યું કે કેસ વધવાની ચેતવણી તરીકે લેવું જોઇએ કે આગળ શું થવાનું છે.

હંસ ક્લૂજે એમ પણ કહ્યું કે સપ્તાહમાં આવનાર કેસની સંખ્યા એ સમય કરતાં વધુ થઇ ગઇ છે જ્યારે માર્ચમાં યુરોપમાં કોરોના વાયરસ પોતાના પીક પર હતા. યુરોપિયન ક્ષેત્રમાં સપ્તાહમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 3 લાખને પાર કરી ગઇ.

યુરોપના અડધા દેશોએ પોતાના ત્યાં વીતેલા બે સપ્તાહમાં નવા કેસમાં 10 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. તેમાંથી 7 દેશોમાં કોરોનાના નવા કેસ બમણા થઇ ગયા છે. આપને જણાવી દઇએ કે દુનિયામાં કોરોનાના કેસની કુલ સંખ્યા 3 કરોડ 69 લાખથી વધુ થઇ ગઇ છે. જ્યારે 9 લાખ 56 હજારથી વધુ લોકોના કોરોનાથી મોત થઇ ચૂકયા છે.

આ વીડિયો પણ જુઓ : કેરળ અને બંગાળમાં NIAના દરોડા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન