Coronavirus Lockdown May Be Continue Only For 13 Cities in India
  • Home
  • Corona live
  • … તો દેશના આ 13 શહેરો સુધી જ સીમિત રહેશે લોકડાઉન, અમદાવાદની શું સ્થિતિ હશે?

… તો દેશના આ 13 શહેરો સુધી જ સીમિત રહેશે લોકડાઉન, અમદાવાદની શું સ્થિતિ હશે?

 | 9:46 am IST

કેન્દ્ર સરકાર એક નવી ગાઇડલાઇન્સ પર કામ કરી રહી છે, તેના અંતર્ગત 1 જૂનથી દેશના મોટાભાગના હિસ્સામાંથી લોકડાઉનને ખત્મ કરી દેવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે દેશના 13 શહેરોને બાદ કરતાં તમામ ભાગમાં પ્રતિબંધોને હટાવી શકે છે. હોટલો, મોલ્સ અને રેસ્ટોરાંને પણ 1 જૂનથી ખોલવાની મંજૂરી મળી શકે છે.

31મી મેના રોજ રજૂ થઇ શકે છે નવી ગાઇડલાઇન્સ
ગુરૂવારના રોજ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ દરમ્યાન બંને નેતાઓએ નવી ગાઇડલાઇન્સને લઇ મંથન કર્યું. 31મી મેના રોજ આવતા 15 દિવસ માટે દેશભરમાં લાગૂ થનાર દિશાનિર્દેશોને રજૂ કરી શકે છે.

આ 13 શહેરોમાં પ્રતિબંધો રહી શકે છે યથાવત
આ 13 શહેરો – દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ, અમદાવાદ, થાણે, પૂણે, હૈદ્રાબાદ, કોલકત્તા/હાવડા, ઇન્દોર, જયપુર, ચેંગલપટ્ટુ અને તિરૂવલુરમાં પ્રતિબંધોને આગળ ચાલુ રાખી શકે છે.

તબક્કાવાર રીતે ખોલાશે હોટલ
હોટલ, મોલ્સ, રેસ્ટોરાંને 1 જૂનથી ખોલવાની મંજૂરી આપી શકે છે. જો કે હોટલોને તબક્કાવાર રીતે ખોલાશે. આ અંગે સરકાર ટૂંક સમયમાં જ નિર્ણય લેશે. હાલ દેશમાં હોસ્પિટાલિટી સર્વિસ સંપૂર્ણપણે બંધ છે. અત્યારે માટે એ જ હોટલો કામ કરી રહી છે જ્યાં કોરોનાની વિરૂદ્ધ જંગમાં જોડાયેલા પોલીસકર્મી, અધિકારી અને હેલ્થકેયર વર્કને રાખ્યા છે.

રવિવારે ‘મન કી બાત’માં કેટલીક વાતો સ્પષ્ટ કરી શકે છે પીએમ
આ અંગે માહિતી ધરાવતા અધિકારીઓએ કહ્યું કે એ પણ શકય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારના રોજ ‘મન કી બાત’માં લોકડાઉનના નેકસ્ટ તબક્કાને લઇ કેટલીક વાતો સ્પષ્ટ કરો. જો કે તેના પર આખરી નિર્ણય લેવાનો હજુ બાકી છે.

‘લોકડાઉન’ શબ્દનો ઉપયોગ કરવો કે લઇ તેને લઇ ચર્ચા ચાલુ
એક અધિકારીએ કહ્યું કે એ વાત પર મંથન ચાલી રહ્યું છે કે કંઇ રીતે હવે આગળ લોકડાઉન જેવા શબ્દના ઉપયોગથી બચી શકાય. તેમણે કહ્યું કે રાજ્યોને પૂરો અધિકાર અપાશે જો તેમને જરૂર લાગે તો સખ્તીભર્યા પગલાં લઇ શકે છે. શહેરોની સ્થિતિને જોતા રાજ્ય એ નિર્ણય લેવા માટે સ્વતંત્ર હશે કે ત્યાં આપવામાં આવેલી ઢીલ પાછી લઇને સખ્તાઇથી વધુ પાલન કરાવું કે નહીં.

મોટાભાગના પબ્લિક ટ્રાન્સપોર્ટ ખૂલી જશે, મેટ્રો માટે જોવી પડશે રાહ
સૂત્રોએ કહ્યું કે 1 જૂનથી મોટાભાગના પબ્લિક ટ્રાન્સપોર્ટને સોશિયલ ડિસ્ટેંસિંગના માપદંડની સાથે શરૂ કરી શકાય છે પરંતુ મેટ્રોનું સંચાલન અત્યારે શરૂ થવાની સંભાવના ઓછી છે.

આ વીડિયો પણ જુઓ : PM મોદીએ એક પત્ર લખીને દેશને પોતાના દિલની વાત કરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન