Coronavirus new case updates today in gujarat, check details
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ચેતજો…રાજ્યમાં કોરોના હયાત છે, આજે પણ 1,185 નવા કેસ નોંધાયા, મૃત્યુઆંક 3,600ને પાર

ચેતજો…રાજ્યમાં કોરોના હયાત છે, આજે પણ 1,185 નવા કેસ નોંધાયા, મૃત્યુઆંક 3,600ને પાર

 | 7:18 pm IST
  • Share

રાજ્યમાં મહામારી કોરોના વાયરસ(Coronavirus)નો પ્રકોપ હાલ પણ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 1185 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 11 દર્દીઓના દુ:ખદ મોત થયા છે. જોકે, રાહતની વાત એ છે કે આજે વધુ 1,329 દર્દીઓ સાજા થયા છે. આ સાથે હવે રાજ્યમાં કુલ 1,37,870 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. તેથી રાજ્યમાં સાજા થવાનો દર 88.22 ટકાએ પહોંચ્યો છે.

મૃત્યુઆંક 3,600ને પાર, સંક્રમિત દર્દીઓનો આંકડો 1,56,283એ પહોંચ્યો:

માહિતી મુજબ આજે રાજ્યમાં 51,215 કોરોના ટેસ્ટ(Corona Test) કરાયા છે. તેથી અત્યાર સુધી કુલ 52,16,885 ટેસ્ટ કરાયા છે. 1,185 નવા કેસ સામે આવતા અત્યાર સુધી રાજ્યમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 1,56,283 એ પહોંચ્યો છે. જ્યારે વધુ 11 દર્દીઓના મોત થતા મૃત્યુઆંક 3,609 એ પહોંચ્યો છે. જિલ્લા પ્રમાણે વાત કરીએ તો સુરત(Surat)માં આજે 249 નવા કેસ નોંધાયા છે. જ્યારે 2 દર્દીઓના મોત થયા છે. જ્યારે અમદાવાદ(Ahmedabad)માં 186 નવા કેસ સામે આવ્યા છે અને 4 દર્દીઓ મોતને ભેટ્યા છે. વડોદરાની વાત કરીએ તો 119 નવા કેસ નોંધાયા અને 1 દર્દીનું મોત થયું છે.

જિલ્લા પ્રમાણે કોરોનાની સ્થિતિ:

આ સિવાય રાજકોટ(Rajkot)માં 109 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે જામનગરમાં 82 અને ગાંધીનગરમાં 43 નવા કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 1 દર્દીનું મોત પણ થયું છે. જૂનાગઢની વાત કરીએ તો 34 નવા કેસ અને ભાવનગર(Bhavnagar)માં 19 કોરોના કેસ નોંધાયા છે. મહેસાણામાં 33 અને કચ્છમાં 31 નવા કેસ સામે આવ્યા છે. ભરૂચમાં 28, અમરેલીમાં 24, પંચમહાલમાં 23 અને પાટણ(Patan)માં પણ 23 નવા કેસ નોંધાયા છે. પાટણમાં 1 દર્દીનું મોત થયું છે. બનાસકાંઠામાં 22 નવા કેસ, મોરબી(Morbi)માં 19 કેસ, સુરેન્દ્રનગરમાં 18 અને ગીર સોમનાથમાં 14 કેસ, નર્મદામાં 14 અને આણંદમાં 13 કેસ નોંધાયા છે.

સાબરકાંઠા(Sabarkantha)ની વાત કરીએ તો આજે 13 અને મહિસાગર(Mahisagar)માં 10 કેસ નોંધાયા છે. જ્યારે મહિસાગરમાં 1 દર્દીનું મોત પણ થયું છે. અરવલ્લીમાં 9, દાહોદમાં 8 કેસ, બોટાદ અને દેવભૂમિ દ્વારકામાં 7-7 કેસ, ખેડા અને નવસારીમાં 7-7 કેસ સામે આવ્યા છે. છોટા ઉદેપુરમાં 6 અને તાપીમાં 5 કેસ નોંધાયા છે. તાપીમાં 1 દર્દીનું મોત પણ થયું છે. પોરબંદરની વાત કરીએ તો ત્યાં આજે 2 અને વલસાડ(Valsad)માં 1 કોરોના કેસ નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન