Coronavirus outbreak: NRI tests positive in Dubai
  • Home
  • Corona live
  • UAEમાં કોરોના વાયરસના નવા કેસ સામે આવ્યા, 1 ભારતીય પણ સંક્રમિત

UAEમાં કોરોના વાયરસના નવા કેસ સામે આવ્યા, 1 ભારતીય પણ સંક્રમિત

 | 9:14 am IST

સંયુકત અરબ અમીરાત (UAE)માં એક ભારતીય સહિત 15 બીજી લોકોને જીવલેણ કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. યુએઇના સ્વાસ્થ્ય અધિકારીઓએ આ અંગેની માહિતી આપી હતી. તેની સાથે જ હવે યુએઇમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 45 થઇ ગઇ છે.

સ્વાસ્થ્ય અને રોકથામ મંત્રાલયે નિવેદન બહાર પાડીને કહ્યું કે 15માંથી 13 લોકો તાજેતરમાં વિદેશથી સંયુકત અરબ અમીરાત આવ્યા છે. તેમાંથી 3 લોકો યુએઇના, 2-2 લોકો સાઉદી અરબ, ઇથોપિયા અને ઇરાનના છે જ્યારે એક-એક વ્યક્તિ થાઇલેન્ડ, મોરક્કો, ચીન અને ભારતના છે. આની પહેલાં ગયા મંગળવારના રોજ એક ભારતીય વિદ્યાર્થીને કોરોનાથી સંક્રમિત થયાની પુષ્ટિ થઇ હતી.

યુએઇના મંત્રાલયે જણાવ્યું હતું કે યુએઇ કોવિડ-19થી સંક્રમિત લોકોને સ્વસ્થ થવા અને અલગ-અલગ દેશોના 15 લોકો સંક્રમિત થયાની જાહેરાત કરે છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 45 થઇ ગઇ છે.

આ વીડિયો પણ જુઓ : કોરોનાના ભય વચ્ચે ડાકોર મંદિરમાં દર્શનાથે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન