coronavirus pandemic kid horrified idea pray-do-school-by-15th-date -child-started-crying
  • Home
  • Featured
  • સ્કુલનું નામ સાંભળતા જ આ છોકરાના મોતિયા મરી ગયા, એવો ધ્રુસકે-ધ્રુસકે રડ્યો કે…

સ્કુલનું નામ સાંભળતા જ આ છોકરાના મોતિયા મરી ગયા, એવો ધ્રુસકે-ધ્રુસકે રડ્યો કે…

 | 3:09 pm IST

કોરોના વાયરસ મહામારીને લઇને દરેક જગ્યાએ લોકડાઉન આપવામાં આવ્યું છે. સ્કૂલ, ઓફિસ અને લગભગ દરેક વસ્તુ ઓનલાઇન કરી દેવામાં આવી છે આપણામાંથી ઘણા લોકો ઇચ્છે છે કે વસ્તુ ફરીથી સામાન્ય થઇ જાય. પરંતુ ઘણા લોકોને ઘરે સમય પસાર કરવાનો વિચાર પસંદ છે. અમે વાત કરી રહ્યા છીએ બાળકોની.. એક બાળક સ્કૂલ ફરીથી ખૂલવાના વિતાર પર ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગે છે. ઇન્ટરનેટ પર આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને તમે પેટ પકડીને હસવા લાગશો.

આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે માતા બાળકને કહે છે. કે ચલો હવે હાથ ઉચ્ચા કરો અને પ્રાર્થા કરો બાળક જેવા હાથ ઉઠાવે છે મા કહે છે. ચલો બોલો અલ્લાહ,,, હું પ્રાર્થના કરુ છું કે 15 તારીખ સુધી સ્કુલ ખુલી જાય આટલું સાંભળતા જ બાળક ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગે છે. આ જોઇને આજુ-બાજુ બેસેલા લોકો તેને જોઇને હસવા લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન