CoronaVirus Pandemic Young Man Stunt Viral Video Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • શખ્સે દીવડાની જગ્યાએ મોંમાંથી આગ પ્રગટાવી, પછી જે થયું Video જોઇ રઘવાયા થઇ જશો

શખ્સે દીવડાની જગ્યાએ મોંમાંથી આગ પ્રગટાવી, પછી જે થયું Video જોઇ રઘવાયા થઇ જશો

 | 8:00 am IST

કોરના વાયરસનો કહેર ચારેયબાજુ ચાલુ છે તો બીજીબાજુ વડાપ્રધન નરેન્દ્ર મોદીની અપીલ પર રવિવારની રાત્રે 9 વાગ્યે 9 મિનિટ માટે આખા દેશમાં લોકોએ દીવડા અને મીણબત્તી પ્રગટાવીને એકતાનો સૌથી મોટો સંદેશ આપ્યો. આ દરમ્યાન કેટલીય જગ્યાએ ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા પરંતુ આ બધાની વચ્ચે કેટલાંય લોકો એવા પણ છે જે દીવડો અને મીણબત્તી પ્રગટાવાની જગ્યાએ મોંમાંથી આગ નીકાળતા દેખાયા.

જી હા તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક શખ્સ પોતાના મોંમાંથી આગ નીકાળતો દેખાઇ રહ્યો છે. જ્યારે આ વીડિયો તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે આ શખ્શ મીણબત્તી દ્વારા મોં માંથી આગ નીકાળી રહ્યો છે ત્યારે તેના મોંમાં આગ લાગી જાય છે. મોંમાં આગ લાગતા આજુબાજુના લોકો આવીને ઓલાવાની કોશિષ કરવા લાગે છે.

ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમ્યાન કોરોનાવાયરસની વિરૂદ્ધ લડાઇમાં પોલીસ, ડૉકટર્સનો આભાર વ્યકત કરતાં આખા દેશમાં રવિવારની રાત્રે 9 વાગ્યે કેન્ડલ અને દીવડો પ્રગટાવ્યા. પરંતુ બીજીબાજુ કોરોનાવાયરસનો કહેર ચાલુ છે 24 કલાકમાં 32 લોકોના મોત અને 693 નવા કેસ સામે આવ્યા છે. આ બીમારીથી સંક્રમિતોની સંખ્યા 4000ને પાર થઇ ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન